Travel Advisory: બ્રિટનથી ભારત આવતાં મુસાફરોએ નહીં રહેવું પડે ક્વોરન્ટાઈન, સરકારે પરત લીધી ટ્રાવેલ એડવાઇઝરી
ભારતે આ ફેંસલો 11 ઓક્ટોબરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના પીએમ બોરિસ જૉનસન સાથે ફોન પર વાત થયા બાદ લીધો છે.
Travel Advisory: ભારત સરકારે બ્રિટનથી આવતાં પ્રવાસીઓની એડિશનલ તપાસ અને પ્રતિબંધો સાથે સંકળાયેલી કોરોના સંબંધી ટ્રાવેલ એડવાઇઝરીને પરત લીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં આ જાણકારી આપી છે. મંત્રાલયે કહ્યું કે, 1 ઓક્ટોબર 2021થી ભારત આવતાં યુકેના નાગિરકો માટે જાહેર કરેલા દિશાનિર્દેશ પરત લીધા છે.
ટ્રાવેલ એડવાઇઝરીમાં શું હતું
તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત આવતાં યૂકેના નાગરિકોએ 10 દિવસ માટે ઘરે અથવા હોટલમાં ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવું પડશે. તેની સાથે જ બ્રિટનથી આવતાં તમામ યાત્રીઓને એરપોર્ટ પર આરટીપીસીઆ ટેસ્ટ અને ભારતમાં આવ્યાના 8 દિવસ બાદ પરીથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની વાત કરી હતી.
Revised guidelines for UK nationals arriving in India issued on October 1, 2021, stand withdrawn, and earlier guidelines on international arrival dated February 17, 2021, shall be applicable for those arriving in India from the UK: Ministry of Health pic.twitter.com/Q0EgNqy7N9
— ANI (@ANI) October 13, 2021
ભારતે આ ફેંસલો 11 ઓક્ટોબરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના પીએમ બોરિસ જૉનસન સાથે ફોન પર વાત થયા બાદ લીધો છે. આ દરમિયાન બંને નેતાઓ કોરોના વાયરસ સામે સંયુક્ત લડાઈ અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને સાવધાનીપૂર્વક શરૂ કરવાના મહત્વ પર ચર્ચા કરી હતી.
આ પહેલા બ્રિટને કોવિશીલ્ડના બંને ડોઝ લઈ ચુકેલા ભારતીયોને ક્વોરન્ટાઈન નહીં રહેવાનો ફેંસલો કર્યો હતો. બ્રિટિશ સરકારે થોડા દિવસો પહેલા નવા નિયમ જાહેર કર્યા હતા. જેમાં ભારત સહિત કેટલાક દેશોની યાત્રા કરીને બ્રિટન પહોંચેલા મુસાફરોએ 10 દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે અને કોવિડ-19 ટેસ્ટ પણ કરાવવો પડશે.