S.Somnath બન્યા ISRO ના નવા ચીફ, રોકેટ એન્જિનિયરિંગમાં છે એક્સપર્ટ
New ISRO Chief: આ પહેલા તેઓ તિરુવનંતપુરમ સ્થિત લિક્વિડી પ્રોપલ્શન સિસ્ટમ સેંટરના ડાયરેકટર પણ રહી ચુક્યા છે. તેમણે ઈસરોના રોકેટ વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
New ISRO Chief: વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેકટર એસ.સોમનાથ ઈસરોના નવા ચીફ બનાવાયા છે. તિરુવનંતપુરમ સ્થિત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડાયરેકટર એસ. સોમનાથ દેશના શ્રેષ્ઠ રોકેટ ટેકનોલોજીસ્ટ અને એરોસ્પેસ એન્જિનિયર છે.
સોમનાથ લોન્ચ વ્હીકલની ડિઝાઇનિંગના માસ્ટર છે
આ પહેલા તેઓ તિરુવનંતપુરમ સ્થિત લિક્વિડી પ્રોપલ્શન સિસ્ટમ સેંટરના ડાયરેકટર પણ રહી ચુક્યા છે. તેમણે ઈસરોના રોકેટ વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. સોમનાથ લોન્ચ વ્હીકલની ડિઝાઇનિંગના માસ્ટર છે. તેઓ લોન્ચ વ્હીકલ સિસ્ટમ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઇન, સ્ટ્રક્ચરલ ડાયનેમિક્સ અને પાઇરોટેક્નીક્સના એક્સપર્ટ છે.
ઈસરોના ચીફ બનતા પહેલા શું કરતા હતા
ઈસરોના ચીફ બનતા પહેલા તેઓ જીસેટ-એમકે 11 (એફ09)ને અપગ્રેડ કરવામાં લાગ્યા હતા. આ ઉપરાંત રિમોટ સેંસિંગ સેટેલાઇટ્સને યોગ્ય રીતે લોન્ચ કરી શકાય તે માટે તેઓ જીસેટ-6એ અને પીએસએલવી-સી41ને પણ શ્રેષ્ઠ બનાવવામાં લાગ્યા હતા.
1985માં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં જોડાયા
એસ સોમનાથે એર્નાકુલસમથી મહારાજા કોલેજથી પ્રી ડિગ્રી પ્રોગ્રામ પૂરો કર્યો છે. જે બાદ કેરળ યુનિવર્સિટીના ક્વિલોન સ્થિત ટીકેએમ કોલેજ ઓફ એન્જિનિયરિંગથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સેઝથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટરની ડિગ્રી હાંસલ કરી છે. તેમની રોકેટ ડાયનેમિક અને કંટ્રોલ પર મહારથ હાંસલ છે. ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ 1985માં એસ સોમનાથે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં જોડાયા હતા. શરૂઆતમાં તેઓ પીએસએલવી પ્રોજેક્ટ સાથે કામ કરતા હતા.
S Somanath appointed as the new Secretary, Department of Space and Chairman, Space Commission
— All India Radio News (@airnewsalerts) January 12, 2022
#ISRO pic.twitter.com/TpzGvFUrV0