શોધખોળ કરો
Advertisement
CAAના વિરોધ વચ્ચે કેરલની એક વ્યક્તિએ PM મોદીના ભારતીય નાગરિક હોવાના પુરાવા માંગ્યા
રાજ્યના સૂચના વિભાગમાં અરજી મારફતે પૂછવામાં આવ્યું છે કે શું વડાપ્રધાન મોદી ભારતના નાગરિક છે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાને લઇને ચાલી રહેલા વિરોધ વચ્ચે કેરલમાં એક વ્યક્તિએ આરટીઆઇ દાખલ કરીને વડાપ્રધાન મોદીની નાગરિકતાના પુરાવા માંગ્યા છે. રાજ્યના સૂચના વિભાગમાં અરજી મારફતે પૂછવામાં આવ્યું છે કે શું વડાપ્રધાન મોદી ભારતના નાગરિક છે.
ત્રિશુર જિલ્લાના રહેવાસી જોશ કલૂવેતીએ 13 જાન્યુઆરીના રોજ કેરલના સૂચના વિભાગમાં આરટીઆઇ અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એવા ક્યા દસ્તાવેજો છે જેનાથી સાબિત થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના નાગરિક છે.
કેરલ એવું રાજ્ય છે જ્યાં સત્તાધારી ગઠબંધન એલડીએફ અને વિપક્ષનું ગઠબંધન યૂડીએફ બંન્ને સીએએનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં જ કેરલ વિધાનસભામાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો જેમાં કેન્દ્ર સરકારને સીએએ પાછો ખેંચવાનો આગ્રહ કરાયો હતો. આ પ્રસ્તાવના વિરોધમાં કેરલ વિધાનસભામાં ફક્ત એક જ મત ભાજપના ધારાસભ્યનો હતો. તે સિવાય કેરલ સરકાર સીએએના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
દેશ
દેશ
Advertisement