Russia Luna 25 Mission: 47 વર્ષ બાદ રશિયાએ મોકલ્યું પોતાનું મૂન મિશન, જાણો કેમ Chandrayaan-3 કરતા વહેલા ઉતરશે ચંદ્ર પર?
Russia Luna 25 Mission: લુના-25 21 કે 22 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે. તેનું લેન્ડર ચંદ્રની સપાટીથી 18 કિમી ઉપર પહોંચ્યા બાદ લેન્ડિંગ શરૂ કરશે
Russia Luna 25 Mission: રશિયાએ લગભગ 47 વર્ષ પછી તેનું મૂન મિશન મોકલ્યું છે. લુના-25 લેન્ડર મિશન 11 ઓગસ્ટના રોજ સવારે 4:40 વાગ્યે અમુર ઓબ્લાસ્ટના વોસ્તોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ Soyuz 2.1b રોકેટથી કરવામાં આવ્યું હતું. તેને લુના-ગ્લોબ મિશન પણ કહેવામાં આવે છે. આ રોકેટ લગભગ 46.3 મીટર લાંબુ છે. તેનો વ્યાસ 10.3 મીટર છે. તેનું વજન 313 ટન છે. ચાર તબક્કાના રોકેટે લુના-25 લેન્ડરને પૃથ્વીની બહાર ભ્રમણકક્ષામાં છોડ્યું હતું. જે બાદ આ અવકાશયાન ચંદ્ર તરફ રવાના થયું. આ અવકાશયાન માત્ર 5 દિવસની મુસાફરી કરશે. આ પછી તે 7-10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરશે.
Russia launches Luna-25 mission to Moon, its first lunar lander in 47 years
— ANI Digital (@ani_digital) August 11, 2023
Read @ANI Story | https://t.co/FQBzV9HJJm#Russia #Luna25 #Moon pic.twitter.com/1nKK0s411Z
લુના-25 21 કે 22 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે. તેનું લેન્ડર ચંદ્રની સપાટીથી 18 કિમી ઉપર પહોંચ્યા બાદ લેન્ડિંગ શરૂ કરશે. લગભગ 15 કિમીની ઊંચાઈ ઘટાડ્યા બાદ 3 કિમીની ઊંચાઈથી પૈસિવ ડિસેન્ટ થશે એટલે કે ધીરે ધીરે લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે. 700 મીટરની ઊંચાઈથી થ્રસ્ટર્સ ઝડપને ઓન થશે જેથી તેની ઝડપને ધીમી કરી શકાય. 20 મીટરની ઊંચાઈએ એન્જિન ધીમી ગતિએ ચાલશે. જેથી તે ઉતરી શકે.
લુના-25 ચંદ્રની સપાટી પર શું કરશે?
Luna-25 આખા વર્ષ દરમિયાન ચંદ્રની સપાટી પર કામ કરશે. તેનું વજન 1.8 ટન છે. તેમાં 31 કિલોગ્રામના વૈજ્ઞાનિક સાધનો છે. એક ખાસ ઉપકરણ સ્થાપિત કરવામાં આવ્યું છે જે સપાટીના 6 ઇંચ ખોદકામ કરીને પથ્થર અને માટીના નમૂના એકત્રિત કરશે. જેથી થીજી ગયેલા પાણીને શોધી શકાય. જેથી ભવિષ્યમાં જ્યારે મનુષ્ય ચંદ્ર પર બેઝ બનાવશે ત્યારે ત્યાં પાણીની વ્યવસ્થા કરી શકાય.
રશિયાનું ચંદ્ર મિશન ચંદ્ર પર ક્યાં ઉતરશે?
લુના-25 ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક બોગુસ્લાવસ્કી ક્રેટર પાસે ઉતરશે. તે લેન્ડિંગ માટે 30 x 15 કિમીની રેન્જ ધરાવે છે. Luna-25 એ રોબોટિક ચંદ્ર સ્ટેશન છે. રશિયાના આ લેન્ડિંગનો મુખ્ય હેતુ એ છે કે તે બતાવવા માંગે છે કે તે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે. આ દરમિયાન તેના પેલોડ્સ ચંદ્રની સપાટી પરથી માટી લઈને તેનું પરીક્ષણ કરશે. ડ્રિલિંગ ક્ષમતા બતાવવામાં આવશે.
યુક્રેન પર હુમલા બાદ રશિયાનું મોટું સ્પેસ મિશન
યુક્રેન પર હુમલો કર્યા બાદ પ્રથમ વખત રશિયાએ પોતાનું મિશન અન્ય ગ્રહ અથવા ઉપગ્રહ પર મોકલવા માટે તૈયાર થયું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે અમે કોઈ દેશ કે સ્પેસ એજન્સી સાથે સ્પર્ધા નથી કરી રહ્યા. અમારા લેન્ડિંગના વિસ્તારો પણ અલગ છે. અમે ભારત કે અન્ય કોઈ દેશના મૂન મિશન સાથે સ્પર્ધા કરીશું નહીં.
રશિયાએ ઈસરો પાસે મદદ માંગી હતી પરંતુ શક્ય થયું નહોતું
લુના-25 મિશન 1990માં શરૂ થયું હતું. પરંતુ તે હવે પૂર્ણ થવાનું છે. રશિયાએ આ મિશન માટે જાપાનની સ્પેસ એજન્સી JAXAને સાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જાપાને ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણે ઈસરોને મદદ કરવા અપીલ કરી હતી પરંતુ કોઇ પરિણામ આવ્યું નહીં. આ પછી રશિયાએ જ રોબોટિક લેન્ડર બનાવવાની યોજના બનાવી હતી.