Russia Ukraine Crisis: યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નવી એડવાઇઝરી, રેસ્ક્યૂ માટે આજથી દોડશે 10 બસ
Russia Ukraine War: એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ યુક્રેન છોડીને દેશમાં પહોંચવા ઈચ્છે છે તે કોઈપણ સંકોચ વિના સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો લાભ લઈ શકે છે.
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ભારતે મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારત સરકારે યુક્રેનથી આવતાં લોકો માટે એડવાઇઝરી બહાર પાડી છે.
યુક્રેનના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નવી એડવાઈઝરી જારી કરી છે. આ મુજબ યુક્રેનથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોને વિદેશી પ્રવાસીઓને લાગુ પડતા કોવિડ પ્રોટોકોલમાંથી મુક્તિ આપવામાં આવી છે.
યુક્રેન દ્વારા ભારતીયોને પોલેન્ડ બોર્ડર પર લાવવા માટે આજથી 10 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ બોર્ડર પર લાવવામાં આવશે. જે બાદ તેમને ત્યાંથી એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવશે. ભારતમાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટ સતત ભારતીયોના બચાવ કાર્યમાં લાગેલી છે. આ બસોને યુક્રેનની શેહીની બોર્ડર પર લગાવવામાં આવી છે.
બધી મદદ મફતમાં
દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આજથી શેહિની બોર્ડર પર 10 બસો દોડાવવામાં આવશે, જેમાંથી ભારતીય લોકોને યુક્રેનમાંથી બહાર કાઢીને પોલેન્ડ લાવવામાં આવશે. 10 બસો દોડાવવાથી શેહિની બોર્ડર પર ભીડ ઓછી કરવામાં પણ મદદ મળશે. સાથે જ કડકડતી ઠંડીથી પણ રક્ષણ મળશે. પોલેન્ડમાં દૂતાવાસ દ્વારા ભારતીયોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય ભારત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.
કંટ્રોલ રૂમ નંબર જારી કર્યો
ભારતીય દૂતાવાસે કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કર્યા છે. જે લોકો યુક્રેન છોડીને બસ દ્વારા પોલેન્ડ બોર્ડર પર આવવા માંગતા હોય તેઓ આ નંબરો પર અગાઉથી ફોન કરીને માહિતી આપી શકે છે.
- +48225400000 (લેન્ડલાઇન)
- +48795850877 (વોટ્સએપ)
- +48792712511 (વોટ્સએપ)
Embassy of India in Ukraine issues a new advisory to Indian nationals
— ANI (@ANI) February 28, 2022
"Weekend curfew lifted in Kyiv. All students are advised to make their way to the railway station for onward journey to western parts. Ukraine Railways is putting special trains for evacuations." it reads pic.twitter.com/OM1GlzR768
ખાવા-પીવાની વ્યવસ્થા
યુક્રેન બોર્ડર પર હાજર ભારતીયો માટે દૂતાવાસ દ્વારા ભોજન અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ યુક્રેન છોડીને દેશમાં પહોંચવા ઈચ્છે છે તે કોઈપણ સંકોચ વિના સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો લાભ લઈ શકે છે. સરકાર ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
હજારો ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં અટવાયેલા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારત સરકાર ત્યાંથી ભારતીયોને બહાર કાઢવા માટે સતત બચાવ અભિયાન ચલાવી રહી છે. જો કે રશિયાના બોમ્બ ધડાકાના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાંથી બહાર નીકળવા માટે સરહદ પર છે. ત્યાંથી તેમને અલગ-અલગ દેશોની બોર્ડર પર લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટ તેમને ભારત લાવી રહી છે.