શોધખોળ કરો

Russia Ukraine War: પોલેન્ડ બોર્ડર પર 800થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, એરલિફ્ટ માટે જોઇ રહ્યા છે રાહ, જુઓ કેવો છે માહોલ?

પોલેન્ડ બોર્ડર પર અત્યારે 800થી વધુ વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે અને એરલિફ્ટની રાહ જોઇ રહ્યા છે. પોલેન્ડ બોર્ડર પર કિલોમીટર લાંબી વાહનોની કતાાર લાગેલી છે.

નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં યુક્રેનથી મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. ગુજરાત સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં હજુ ફસાયેલા છે. ત્યારે ભારત સરકાર દ્વારા તેમને પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. આ સમયે એરલિફ્ટ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પહોંચી રહ્યા છે. 

પોલેન્ડ બોર્ડર પર અત્યારે 800થી વધુ વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે અને એરલિફ્ટની રાહ જોઇ રહ્યા છે. પોલેન્ડ બોર્ડર પર કિલોમીટર લાંબી વાહનોની કતાાર લાગેલી છે. વાહનો ન મળતાં વિદ્યાર્થીઓ ચાલીને પોલેન્ડ બોર્ડર પહોંચી રહ્યા છે. માઇનસ ડિગ્રીમાં ભૂખ સહન કરતાં યુવાનો પોલેન્ડ બોર્ડર પર પહોંચી રહ્યા છે. જોકે, હજુ સુધી તેમને બોર્ડરથી એન્ટ્રી મળી રહી નથી. તેમજ વિદ્યાર્થીઓ ભારત સરકારને મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. 

Russia Ukraine War: પોલેન્ડ બોર્ડર પર 800થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, એરલિફ્ટ માટે જોઇ રહ્યા છે રાહ, જુઓ કેવો છે માહોલ?

પોલેન્ડ બોર્ડરથી અત્યારે કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં ગુજરાતી યુવાનો પોલેન્ડ બોર્ડર પરની સ્થિતિ વર્ણવી રહ્યા છે. એક યુવક કહી રહ્યો છે કે, પોલેન્ડ બોર્ડરથી પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. એમ્બેસીના કોઈ ફોન લાગતાં નથી. અમને કોઈ મદદ મળી રહી નથી. જેથી અમે અહીં બેઠા છીએ. અન્ય એક ગુજરાતી યુવતીએ કહ્યું કે, અમે સવારે 35 કિલોમીટર ચાલીને માઇનસ ટેમ્પ્રેચરમાં આવ્યા છીએ. અમારી પાસે ફૂડ પણ નથી.

Russia Ukraine War: પોલેન્ડ બોર્ડર પર 800થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, એરલિફ્ટ માટે જોઇ રહ્યા છે રાહ, જુઓ કેવો છે માહોલ?

અમને એન્ટ્રી અપાતી નથી. અમારી પાસે પૈસા પણ નથી. ઠંડી વધી રહી છે. અમારી પાસે પૂરતાં કપડા પણ નથી. અમારા કોઈ ફોન પીકઅપ કરતાં નથી. કોઈ રિપ્લાય આપવા તૈયાર નથી. બોર્ડર પર 500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે. અન્ય દેશના વિદ્યાર્થીઓ પણ છે. સતત છ કલાકથી અમે રઝડી રહ્યા છીએ. 

Russia Ukraine War: પોલેન્ડ બોર્ડર પર 800થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, એરલિફ્ટ માટે જોઇ રહ્યા છે રાહ, જુઓ કેવો છે માહોલ?

અમારી પાસે પાણી પણ નથી. અમને કોઈ ફૂડ સપ્લાય પણ નથી કરી રહ્યા. અમે અત્યારે રોડ પર બેઠા છીએ. અહીં અમને કોઈ હેલ્પ નહીં થઈ શકે તેમ કહેવામાં આવી રહ્યું છે. 

 ભારત સરકારે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાના મિશનને ઓપરેશન ગંગા નામ આપ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે આ જાણકારી આપી. વાસ્તવમાં, એર ઈન્ડિયાનું એક વિમાન યુદ્ધ પ્રભાવિત યુક્રેનથી 219 ભારતીયોને રોમાનિયા થઈને શનિવારે સાંજે મુંબઈ પહોંચ્યું હતું.

Russia Ukraine War: પોલેન્ડ બોર્ડર પર 800થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, એરલિફ્ટ માટે જોઇ રહ્યા છે રાહ, જુઓ કેવો છે માહોલ?
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે.   યુક્રેનથી 219 મુસાફરોને લઈને પ્રથમ ફ્લાઈટ મહારાષ્ટ્રના મુંબઈમાં લેન્ડ થઈ છે. વિમાને આજે બપોરે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી ઉડાન ભરી હતી.   યુક્રેનથી ભારત આવનારા મુસાફરો માટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક સ્પેશિયલ કોરિડર બનાવવામાં આવ્યો. 
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું,  પ્રથમ ફ્લાઈટ લેન્ડ થઈ ગઈ છે. આવતીકાલે સવારે દિલ્હી માટે બીજી ફ્લાઇટ આવશે.  અમે અમારા બાળકોને યુક્રેનની સરહદો સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છીએ. ભારતીય દૂતાવાસના અધિકારીઓ તેમને સરહદોથી પડોશી દેશોના એરપોર્ટ પર લઈ જઈ રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, રશિયન હુમલાને કારણે યુક્રેનની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. જે બાદ ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિકો યુક્રેનથી બસમાં બેસીને રોમાનિયા પહોંચી રહ્યા છે. રોમાનિયાના શહેર બુકારેસ્ટથી તમામ લોકો એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસીને ભારત પહોંચ્યા છે.

શનિવારે, જ્યારે 219 વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ ઉતર્યું ત્યારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમનું સ્વાગત કર્યું. આ સિવાય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વિટ કરીને ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. તેણે લખ્યું, "સ્વાગત છે. હેશટેગ ઓપરેશન ગંગાનું પ્રથમ પગલું."

યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે કરી વાત

રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુક્રેનમાં દમ તોડતા અને દેશ છોડીના ભાગતાં લોકોની તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે.  આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે.

વોલોડીમીર ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શું કરી વિનંતી

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હોવાનો દાવો કર્યો છે. તેણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેણે પીએમ મોદી સાથે વાત કરી છે. યુક્રેન દ્વારા રશિયન સેનાને ભગાડવા ભારતને યુએનએસસીમાં રાજકીય સમર્થન આપવા તેમણએ વિનંતી કરી હતી.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Embed widget