(Source: ECI/ABP News/ABP Majha)
'માં ચામુંડા દેવીની અવમાનના નથી કરી શકતા', સંજય ગાંધીની મૃત્યુના એક દિવસ પહેલા જ પંડિતે ઇન્દિરાને કેમ કહી હતી આ વાત
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન પંડિતના હાથ પણ ધ્રૂજતા હતા. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, "ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે હું હિન્દુ છું...
Sanjay Gandhi Death: સંજય ગાંધીના મૃત્યુના એક દિવસ પહેલા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હિમાચલ પ્રદેશના પાલમપુરમાં માતા ચામુંડા દેવીના દર્શન કરવા જઈ રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમનો પ્લાન રદ્દ કરવામાં આવ્યો હતો. કટાર લેખક નીરજ ચૌધરીના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે ઈન્દિરા ગાંધીની મુલાકાત રદ્દ કરવામાં આવી ત્યારે મંદિરના પૂજારીએ કહ્યું હતું કે, દેશની સત્તામાં રહેલા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા અપમાન માટે પણ દેવી માં ચામુંડા માફ નથી કરતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, નીરજ ચૌધરીની પુસ્તક 'હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઈડ્સ' એલેફ આવતા અઠવાડિયે પ્રકાશિત કરવામાં આવશે. જેમાં એક કિસ્સાનો ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું હતું કે 22 જૂન, 1980એ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હિમાચલ પ્રદેશના પાલમપુર સ્થિત આવેલા માં ચામુંડા દેવીના મંદિરે જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમની મુલાકાત રદ્દ કરવામાં આવી હતી. તેમની મુલાકાત માટેની તમામ વ્યવસ્થા મોહન મીકિન ગૃપના કપિલ મોહનના ભત્રીજા અનિલ બાલી દ્વારા કરવામાં આવી હતી.
ઇન્દિરા ગાંધીની મુલાકાત કેન્સલ થવા પર પંડિતે કહી હતી આ વાત -
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, સમગ્ર હિમાચલ પ્રદેશ સરકાર અને તત્કાલીન મુખ્યમંત્રી રામલાલ વડાપ્રધાનના સ્વાગત માટે ભેગા થયા હતા. ત્યારે જ જ્યારે મંદિરના પૂજારીને ખબર પડી કે ઈન્દિરા ગાંધી મંદિરમાં દર્શન કરવા નથી આવી રહ્યા, ત્યારે તેમને કહ્યું, "ઈંદિરા ગાંધીને કહો, આ માં ચામુંડા છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ મંદિરમાં આવવા અસમર્થ હોય, તો માંએ તેને માફ કરી દીધો હશે." પરંતુ આ પૉસ્ટ પર બેઠેલા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા અપમાનને દેવી માફ નથી કરતી. દેવીનો અનાદર કરી શકતો નથી."
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્દિરા મંદિરમાં પૂજા કરતી વખતે રડતી રહી હતી-
પુસ્તકમાં કહેવાયું છે કે બીજા જ દિવસે સંજય ગાંધીનું વિમાન દૂર્ઘટનામાં મોત થયું હતું. પુસ્તકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અનિલ બાલી જ્યારે ઈન્દિરા ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેઓ સંજય ગાંધીના પાર્થિવ દેહની પાસે બેઠા હતા અને બાલીને પૂછ્યું, "શું આ એટલા માટે છે કારણ કે હું ચામુંડા દેવીના દર્શન કરવા ગઇ નહતી?" આ પછી 13 ડિસેમ્બર, 1980એ ઇન્દિરા ગાંધી માં ચામુંડા દેવીના દર્શન કરવા ગયા અને ત્યાં પૂજા કરી હતી.
સંજય ગાંધીના નામ પર બનાવડાવ્યો હતો ઘાટ -
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન પંડિતના હાથ પણ ધ્રૂજતા હતા. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, "ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે હું હિન્દુ છું... જ્યારે તે પૂજા દરમિયાન પૂજારી સાથે મંત્રો પાઠ કરી રહી હતી, મંદિરમાં માથું નમાવી રહી હતી અને કાલીની પૂજા દરમિયાન મુદ્રાઓ કરી રહી હતી, તે સમયે તે માત્ર રડી રહી હતી." પુસ્તકમાં અનિલ બાલીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈન્દિરા ગાંધીએ ત્યાં સંજય ગાંધીના નામે એક ઘાટ બનાવવાની પણ જાહેરાત કરી હતી, જેનો ખર્ચ 80 લાખ રૂપિયા હતો. કોંગ્રેસ નેતા સુખ રામે આ રકમ ઉઠાવી હતી.