બંગાળની ચૂંટણી પછી મોદી દેશભરમાં લોકડાઉન લાદી દેશે, જાણો ક્યા ટોચના નેતાએ આપ્યું આ નિવેદન ?
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,52,387 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 839 લોકોના મોત થયા છે.
![બંગાળની ચૂંટણી પછી મોદી દેશભરમાં લોકડાઉન લાદી દેશે, જાણો ક્યા ટોચના નેતાએ આપ્યું આ નિવેદન ? sanjay raut says on Corona crisis PM Modi will take the decision when the elections in Bengal are over બંગાળની ચૂંટણી પછી મોદી દેશભરમાં લોકડાઉન લાદી દેશે, જાણો ક્યા ટોચના નેતાએ આપ્યું આ નિવેદન ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/11/7fa6c6b20f69617144eb68c3e3a141b3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,52,387 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 839 લોકોના મોત થયા છે. વધતા કોરોના સંક્રમણને લઈ શિવસેના નેતા સંજય રાઉતે (Sanjay raut) એકવાર ફરી મહારાષ્ટ્ર (Maharastra) માં લૉકડાઉન કરવાની તરફેણ કરી છે. સાથે તેમણે કહ્યું કે, દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે પરંતુ કેન્દ્ર સરકાર નિર્ણય ત્યારે જ લેશે જ્યારે બંગાળમાં ચૂંટણી સમાપ્ત થશે.
દુનિયાભરમાં લોકડાઉન (Lockdown) ને સ્વીકાર્ય ગણવામાં આવ્યું છે. રાઉતે વધુમાં કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રીએ કહ્યું છે કે, લૉકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તો તેનો મતલબ એ નથી કે માત્ર મહારાષ્ટ્રમાં જ સ્થિતિ ખરાબ છે. દેશભરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં લોકડાઉન લાદવામાં આવશે કે નહીં તે પ્રધાનમંત્રી નક્કી કરી શકે છે. પરંતુ મને લાગે છે કે, મોદી સરકાર તેના પર પણ ત્યારે જ નિર્ણય લેશે જ્યારે પશ્ચિમ બંગાળમાં તેમની ચૂંટણી રેલીઓ સમાપ્ત થઈ જશે.
રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ પૂર્વ મુખ્યમંત્રી છે. તેઓ લોકડાઉન નથી ઈચ્છતા. અમે જાણીએ છે, પરંતુ લોકોનો જીવ બચાવવા માટે બીજો કોઈ રસ્તો નથી. સંજય રાઉતે ભાજપના એ નેતાઓને આડેહાથ લીધા જેઓ લોકડાઉન વિરુદ્ધ છે. સંજય રાઉતે કહ્યું કે, આ કોરોના વિરુદ્ધ જંગ છે કઈ ભારત-પાકિસ્તાન યુદ્ધ નથી. કોરોના વિરુદ્ધની જંગને લઈ કોઈએ રાજનીતિ ન કરવી જોઈએ.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,52,387 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 839 લોકોના મોત થયા છે. જોકે 90,584 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 33 લાખ 58 હજાર 805
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 20 લાખ 81 હજાર 443
- કુલ એક્ટિવ કેસ - 11 લાખ 08 હજાર 087
- કુલ મોત - એક લાખ 69 હજાર 275
10 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 15 લાખ 95 હજાર 147 ડોઝ આપવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)