શોધખોળ કરો

Kolkata Case: પહેલા દારૂ પીછો, અશ્લીલ ફિલ્મો જોઇ, રેડ લાઇટ એરિયા ગ્યો... ડૉક્ટર પર દુષ્કર્મ આચરતા પહેલા આરોપીએ શું શું કર્યુ ?

Kolkata Doctor Rape-Murder Case: કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના જૂનિયર ડૉક્ટરના દુષ્કર્મ-હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોય વિશે એક નવો ખુલાસો થયો છે

Kolkata Doctor Rape-Murder Case: કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના જૂનિયર ડૉક્ટરના દુષ્કર્મ-હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોય વિશે એક નવો ખુલાસો થયો છે. 9 ઓગસ્ટના રોજ ડૉક્ટરનો મૃતદેહ મળ્યાના એક દિવસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ આ મામલો રાજ્ય પોલીસમાંથી સીબીઆઈ પાસે ગયો છે.

ઈન્ડિયા ટૂડેના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે 8 ઓગસ્ટની મધ્યરાત્રિ પછી સંજય રોય અન્ય મિત્ર સાથે સોનાગાછી ગયો હતો. આ ઉત્તર કોલકાતાનો 'રેડ લાઈટ એરિયા' છે. તેણે જણાવ્યું કે આરોપી રોયે તે રાત્રે દારૂ પણ પીધો હતો. સોનાગાછી પહોંચ્યા પછી રોયનો સાથી વેશ્યા સાથે રૂમમાં ગયો જ્યારે સંજય બહાર ઊભો હતો.

સોનાગાછી બાદ ચેતલા રેડ લાઇટ એરિયા પહોંચ્યો 
અહેવાલમાં સૂત્રોના હવાલાથી એમ પણ કહેવામાં આવ્યું છે કે સોનાગાછી પછી તે બંને રાત્રે લગભગ 2 વાગ્યે દક્ષિણ કોલકાતાના અન્ય રેડ લાઇટ વિસ્તાર ચેતલા ગયા હતા અને અહીં પણ આ જ ઘટના બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીએ નશાની હાલતમાં ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલાને પણ છેડતી કરી હતી. તેણે એક મહિલાને ફોન કરીને તેની નગ્ન તસવીરો પણ માંગી હતી.

આરજી કર મેડિકલ કૉલેજ પહોંચીને શું કર્યુ ? 
સંજય રોયનો સાથી ભાડે આપેલી કૉમર્શિયલ બાઇક લઈને ઘરે ગયો. દરમિયાન સંજય સવારે 3.50 વાગ્યાની આસપાસ આરજી કર હૉસ્પિટલના ટ્રોમા યૂનિટની આસપાસ ફરતો જોવા મળ્યો હતો. દરવાજો તોડીને સંજય નશાની હાલતમાં ઓપરેશન થિયેટરમાં પ્રવેશ્યો હતો. તેઓ સવારે લગભગ 4.03 વાગ્યે હૉસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચ્યા અને પછી સીધા ત્રીજા માળે આવેલા સેમિનાર હૉલમાં ગયો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન, સંજયે કબૂલાત કરી હતી કે જ્યારે તે ગાઢ નિંદ્રામાં હતી ત્યારે તેણે તાલીમાર્થી ડૉક્ટરને જોઇ હતી, સૂત્રોના જણાવ્યા મુજબ, તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે "તેના પર કૂદી પડ્યો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો."

ઘટના પહેલા દારૂ પીતા-પીતા જોઇ અશ્લીલ ફિલ્મો 
સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે ગુનાની રાત્રે લગભગ 11 વાગ્યે સંજય રોય હૉસ્પિટલની પાછળની જગ્યાએ દારૂ પીવા ગયો હતો અને દારૂ પીને ત્યાં અશ્લીલ ફિલ્મ જોઈ હતી. પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે રોય તે રાત્રે ઘણી વખત હૉસ્પિટલના પરિસરમાં પ્રવેશ્યા હતા. દરમિયાન, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોમવારે કોલકાતાની કોર્ટમાંથી સંજય રોય પર પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની પરવાનગી મળી હતી.

આ પણ વાંચો

Kolkata Rape Case: કોલકત્તામાં BJP નું 5 દિવસનું પ્રદર્શન, દુષ્કર્મ કેસના વિરોધમાં રસ્તાં પર ઉતરશે સૌરવ ગાંગુલી, વાંચો લેટેસ્ટ અપડેટ

Bharat Bandh: SC-ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ, આ પક્ષોએ આપ્યું છે સમર્થન

Thane Road Rage: કૌટુંબિક વિવાદમાં ભાઈએ હેરિયર કારથી ભાઈની ફોર્ચ્યૂનરને મારી ટક્કર, સામે આવ્યો વીડિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget