(Source: ECI/ABP News/ABP Majha)
કેબિનેટ વિસ્તરણ પહેલા જ મોદી સરકારમાંથી બે મંત્રીએ આપ્યા રાજીનામાં, જાણો વિગતે
આજે સાંજે મોદિ સરાકરના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે.
મોદી સરકારના મંત્રિમડળના વિસ્તરની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારમાં હાલના બે મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. આ બે મંત્રી સંતોષ ગંગવાર અને રમેશ પોખરિયાલ છે.
કેન્દ્રીય મંત્રી સંતોશ ગંગવારે ઉંમરનું કહીને મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. ગંગવારના રાજીનામાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, યૂપી કોટાથી કોઈ નવા ચહેરાને સામેલ કરવામાં આવી શકે છે. સંતોષ ગંગવાર બરેલી સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા છે.
તો બીજી બાજુ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્ય કારણોનું કહીને રાજીનામું આપ્યું છે.
નરેંદ્ર મોદી સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ આજે એટલે કે બુધવારે સાંજે 6 વાગ્યે થશે. આ મંત્રીમંડળના વિસ્તરણ બાદ ભારતના ઈતિહાસમાં સૌથી યુવા મંત્રીમંડળ થઈ જશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે યુવાઓને વધારે સ્થાન આપવામાં આવી રહ્યું છે.
કેવું હશે મંત્રીમંડળ ?
મંત્રીમંડળ વિસ્તારમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવી રહ્યું છે. પ્રોફેશનલ, મેનેજમેન્ટ, MBA પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાઓને સામેલ કરવામાં આવી રહ્યા છે. મોટા રાજ્યોને વધારે હિસ્સો આપવામાં આવી રહ્યો છે. બુંદેલખંડ, પૂર્વાંચલ, મરાઠવાડા, કોંકણ જેવા વિસ્તારોને ભાગીદારી આપવામાં આવી રહી છે.
મંત્રીમંડળમાં નાનામાં નાના સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવી રહ્યું છે. આ વખતે યાદવ,કુર્મી, જાટ, કહાર, પાસી, કોરી, લોધી વગેરે સમાજનું પ્રતિનિધિત્વ જોવા મળશે.
ક્યા રાજ્યમાંથી કોણ થઈ શકે છે સામેલ
- ત્રણથી ચાર મંત્રી સામેલ કરાશે
- અપના દળમાંથી અનુપ્રિયા પટેલ
બિહાર
- બે થી ત્રણ મંત્રી સામેલ થશે
- બીજેપી-સુશીલ મોદી
- જેડીયુથી આરસીપી સિંહ
- એલજેપી- પશુપતિ પારસ
મધ્યપ્રદેશ
- એકથી બે મંત્રી સામેલ થશે.
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- રાકેશ સિંહ
મહારાષ્ટ્ર
- એકથી બે મંત્રી સામેલ થશે
- નારાયણ રાણે
- હિના ગાવિત
- રણજીત નાઈક નિમ્બલકર
રાજસ્થાન
- એક મંત્રી સામેલ થઈ શકે છે
આસામ
- એક થી બે મંત્રી સામેલ
- સોનોવાલ
પશ્ચિમ બંગાળ
- શાંતનું ઠાકુર
- નિશીથ પ્રમાણિક
ઓડિશા
- એક મંત્રી
જમ્મુ કાશ્મીર
- એક મંત્રી બનાવવામાં આવી શકે છે
લદ્દાખ
- એક મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે
આ વખતે ગઠબંધન પક્ષો પણ મોદી મંત્રીમંડળનો હિસ્સો હોઇ શકે છે. કેબિનેટમાં જેડીયુ, એલજેપી અને વાયએસઆર કોંગ્રેસના મંત્રી સામેલ થઈ શકે છે.