શોધખોળ કરો
SCએ સરકારને સોશિયલ મીડિયાના દુરપયોગ પર રોક લગાવવા વ્યવસ્થા ઊભી કરવા કહ્યું, ત્રણ સપ્તાહમાં માંગ્યો જવાબ
કૉર્ટે કહ્યું “મેસેજ બનાવનારના મૂળ સુધી પહોંચવાની ટેકનોલોજી ન હોવાનું બહાનું બનાવી શકાય નહી. ટેકનોલોજી અવશ્ય હશે. સરકાર દુરપયોગ પર રોક લગાવવાની વ્યવસ્થા બનાવે, સાથે લોકોની ગોપનીયતાનું પણ ધ્યાન રાખે.”
નવી દિલ્હી: સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે તેના દુરુપયોગ પર રોક લગાવવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા સરકારને જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે આ મામલે ત્રણ સપ્તાહમાં જવાબ રજૂ કહ્યું છે. સાથે કોર્ટે નિયમ બનાવતી વખતે લોકોની ગોપનીયતાનું પણ ધ્યાન રાખવા કહ્યું છે.
કૉર્ટે આ આદેશ ફેસબૂક અને વ્હોટ્સએપની અરજી પર સુનાણી દરમિયાન આપ્યો છે. આ બન્ને કંપનીઓએ પોતાના યૂઝર પ્રોફાઈલને આધાર સાથે જોડવા પર અલગ અલગ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી. તેમના તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે સોશિયલ મીડિયાને આધાર સાથે લિંક કરવું ગોપનીયતાના અધિકારોનું હનન થશે. ખુદ સુપ્રીમ કોર્ટે આધારનો ઉપયોગ માત્ર જરૂરી સરકારી સેવાઓમાં કરવાનો નિર્ણય આપી ચુકી છે.
તેનો વિરોધ કરતા તમિલનાડુ સરકાર તરફથી એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું, સોશિયલ મીડિયા કંપનીઓ માત્ર પોતાના બિઝનેસને લઈને ચિંતિત છે. સોશિયલ મીડિયા દ્વારા માનાહાનિથી લઈને તમામ ગંભીર અપરાધ હોય છે. તેમને જવાબદાર બનાવવા પડશે.
જસ્ટિસ દીપક ગુપ્તા અને અનિરુદ્ધ બોસની બેન્ચે કહ્યું, “આ મામલો એવો નથી કે તેના પર સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટ સુનાવણી કરી. આ અંગે સરકારે પગલા લેવા પડશે. સોશિયલ મીડિયા પર કોઈને પણ એ વાતનો અધિકાર શા માટે છે કે તે બીજા વિશે જૂઠ ફેલાવી શકે ? તેના સન્માનને ઠેસ પહોંચાડે. સરકાર પોતાના પર કોઈ ટિપ્પણી કરે તો કાર્યવાહી કરી લે છે, પરંતુ સામાન્ય લોકો શું કરે ? ”
બેન્ચે વધુમાં કહ્યું, “મેસેજ બનાવનારના મૂળ સુધી પહોંચવાની ટેકનોલોજી ન હોવાનું બહાનું બનાવી શકાય નહી. ટેકનોલોજી અવશ્ય હશે. છેવટે ગંભીર અપરાધ કે રાષ્ટ્રીય સુરક્ષા જેવા મામલે કોઈ રીતે ધ્યાન રાખશો ? સરકાર દુરપયોગ પર રોક લગાવવાની વ્યવસ્થા બનાવે, પરંતુ લોકોની ગોપનીયતાનું પણ ધ્યાન રાખે.”
ભૂકંપથી Pokમાં તબાહી, પાંચના મોત, દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભૂંકપના આંચકા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement