સુપ્રીમ કોર્ટે કહ્યું-બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી, ASIએ ત્યાં 12મી સદીમાં મંદિરની વાત કરી
LIVE
Background
નવી દિલ્હી: રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 વાગ્યે ચૂકાદો આપશે. ચૂકાદો આવતા પહેલા સમગ્ર દેશમાં સુરક્ષા વયવસ્થા સખ્ત કરવામાં આવી છે. ઘણા રાજ્યોમાં ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશના અલીગઢમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
Delhi: Police personnel deployed outside the residence of Chief Justice of India (CJI) Ranjan Gogoi. Supreme Court will pronounce #AyodhyaVerdict today. pic.twitter.com/J2t3L4K3FA
— ANI (@ANI) November 9, 2019
ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે અમે જનતાને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાવે અને કોઈ અફવાઓ પર ધ્યાન ન આપે. તેમણે કહ્યું રાજ્યમાં ચૂકાદાને લઈને સુરક્ષા વ્યવસ્થાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જરૂર પડશે તો ઈન્ટરનેટ સેવાઓ પર બંધ કરી દેવામાં આવશે.
અયોધ્યા પર ચૂકાદા પહેલા રાજસ્થાનના ભરતપુરમાં કાલે સવારે 6 વાગ્યે સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
દિલ્હીની નોઈડા જતા નોઈડા લિંક રોડ પર સખ્ત સુરક્ષા વ્યવસ્થા છે. વોહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સંદિગ્ધ ડ્રાઈવરોના દસ્તાવેજ તપાસવામાં આવી રહ્યા છે.
મુખ્ય જજ રંજન ગોગોઈ પોતાના નિવાસ સ્થાનથી સુપ્રીમ કોર્ટ માટે સવારે 9 વાગ્યે રવાના થશે.
ઉત્તર પ્રદેશની યોગી સરકારને રાજ્યમાં સ્કૂલ, કોલેજો, એજ્યુકેશન સેન્ટરો અને ટ્રેનિંગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર, રાજ્યમાં 9થી11 નવેમ્બર સુધી સ્કૂલ અને કોલેજોમાં રજા આપવામાં આવી છે.