Fact check: ખોટા ટ્વિટનો સ્ક્રીનશોટ ABP અસ્મિાતના અહેવાલ તરીકે પ્રસારિત કરાયો, અહીં જાણો સત્ય શું છે
ABP અસ્મિતા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા સમાચાર રિપોર્ટનો એક સ્ક્રીનશોટ ખોટા દાવા સાથે મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.
ABP અસ્મિતા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા સમાચાર રિપોર્ટનો એક સ્ક્રીનશોટ ખોટા દાવા સાથે મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. સિસ્ટર અભયાના હત્યા મામલે ખોટા દાવા સાથે કે 'સાધ્વી' અને 'ધર્મ ગુરુ' શબ્દોનો ઉપયોગ સિસ્ટર અભયાના હત્યા કેસના અહેવાલ માટે કરવામાં આવ્યો હતો. કેરાના નનનો મૃતદેહ 27 માર્ચ, 1992ના રોજ કોટ્ટાયમ કોન્વેન્ટના કૂવામાંથી મળી આવ્યો હતો. લગભગ બે દાયકા પછી, ડિસેમ્બર 2020માં, સીબીઆઈ કોર્ટે બે વ્યક્તિઓને હત્યા માટે દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી. આ ચુકાદા પછી ABP અસ્મિતામાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
24 ડિસેમ્બરના રોજ, અશોક શ્રીવાસ્તવના X હેન્ડલ પરથી બે સ્ક્રીનશોટ પોસ્ટ કરવામાં આવ્યા હતા. એકમાં ABP અસ્મિતા X હેન્ડલ બતાવવામાં આવ્યું છે અને બીજામાં રિપોર્ટની હાઈલાઈટ કરવામાં આવેલી એક લાઈન બતાવવામાં આવી છે. બંને સ્ક્રીનશોટમાં એબીપી લાઈવ યૂઆરએલ જોવા મળી રહ્યા છે. જો કે, ટ્વિટમાં દર્શાવવામાં આવેલ ટેકસ્ટ ખોટા છે અને સ્ક્રીનશોટમાં દર્શાવવામાં આવેલી હેડલાઈન પણ ખોટી છે.
એક્સ પર આ પોસ્ટને કોટ-ટ્વિટ કરતા ABP અસ્મિતાના ડિજીટલ એડિટર મહેશસિંહ રાયજાદાએ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરીની સાચી લિંકની સાથે સાથે 23 ડિસેમ્બર, 2020માં વેબસાઈટ પર પોસ્ટ કરેલા અહેવાલની લિંક પણ શેર કરી, જે સત્ય છે,આ એક ફોટો ગેલેરી હતી. તેમણે આગળ સ્પષ્ટ કર્યું કે X પર આવી કોઈ પોસ્ટ શેર કરવામાં આવી નથી, જે સ્ક્રીનશોટમાં બતાવવામાં આવી રહ્યું છે. જેમ કે ફેસબુક લિંકમાં જોઈ શકાય છે અહેવાલની હેડલાઈન અને ટેકસ્ટ એકદમ અલગ હતા.
Dear @AshokShrivasta6
— Maheshsinh Rayjada (@mkrayjada) December 25, 2023
आपने गलत पोस्ट कीया है । हमने@abpasmitatv
के ट्विटर हेन्डल पर कोई पोस्ट नहीं की है । हमारी स्टोरी जो हमने 23 दिसम्बर 2020 को फेसबुक और वेबसाईट पर की है उसकी लींक यहां पर है ।
Story Link https://t.co/S0MsMtXm5J
Facebook Link https://t.co/qUE6u2aysi https://t.co/P70fUJhfho
એ પણ નોંધવું જોઈએ કે ABP અસ્મિતા X હેન્ડલ પર હવે ગોલ્ડ ટિક છે અને સ્ક્રીનશોટમાં બતાવ્યા પ્રમાણે તેમા બ્લુ ટિક જોવા મળી રહ્યું છે. આ સૂચવે છે કે પોસ્ટ જૂની છે, અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.
શું હતો અભયા કેસ ?
ડિસેમ્બર 2020માં લાંબા સમય સુધી ચાલેલી કાયદાકીય લડાઈ બાદ સિસ્ટર અભયા હત્યા કેસમાં દોષી ફાધર થોમસ કોટ્ટૂર અને સિસ્ટર સેફીને સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. સીબીઆઈ મુજબ, સિસ્ટર અભયાની હત્યા ત્યારે કરવામાં આવી જ્યારે તેણે કોટ્ટૂર, સેફી અને અન્ય એક આરોપી ફાધર જોસ પુથ્રિકકૈયિલને આપત્તિજનક સ્થિતિમાં જોયા. ઘટનાનો ખુલાસો થવાના ડરે કોટ્ટૂરે કથિત રીતે તેનુ ગળુ દબાવી દિધુ, જ્યારે સેફીએ તેના પર કુહાડીથી હુમલો કર્યો અને તેની લાશને કુવામાં ફેકી દિધી હતી.
2022 માં, કેરળ હાઈકોર્ટે જામીન આપ્યા અને આજીવન કેદની સજાને રદ કરી.