શોધખોળ કરો
Advertisement
ગુજરાતને અડીને જ આવેલા આ રાજ્યના 11 જિલ્લામાં કલમ 144 થઈ લાગુ, ધાર્મિક-સામાજિક મેળાવડા પર 31 ઓક્ટોબર સુધી પ્રતિબંધ, જાણો વિગત
સરકાર દ્વારા અંતિમ સંસ્કારમાં 20 લોકો અને લગ્નમાં 50 લોકોને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે.
જયપુરઃ દેશમાં હાલ અનલોક 4 ચાલી રહ્યું છે. આવતીકાલથી ઘણા રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ ખૂલશે. રાજસ્થાન સહિત સમગ્રે દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજસ્થાન સરકારે કોરોના વાયરસ મહામારીના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી 11 જિલ્લામાં જાહેર સ્થળોએ કલમ-144 લાગુ કરી દીધી છે અને પાંચથી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં શનિવારે રાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોવિડ-19 સંક્રમણની ગંભીર સ્થિતિને જોતા જયપુર, જોધપુર, કોટા, અજમેર, અલવર, ભીલવાડા, બીકાનેર, ઉદયપુર, સીકર, પાલી અને નાગૌર જિલ્લામાં જાહેર સ્થળો પર કલમ 144 અંતર્ગત પાંચથી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. સામાજિક અને ધાર્મિક મેળાવડા પર 31 ઓક્ટોબર સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
સરકાર દ્વારા અંતિમ સંસ્કારમાં 20 લોકો અને લગ્નમાં 50 લોકોને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. આ માટે સ્થાનિક અધિકારીની મંજૂરી લેવી પડશે. ગેહલોતે સંક્રમણથી બચવા માટે તમામ જાહેર સ્થળો પર માસ્ક પહેવા અને સામાજિક અંતર રાખવા સહિત સ્વાસ્થ્ય નિયમોનું કડકાઈથી પાલન કરાવવાના નિર્દેશ આપ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, રાજસ્થાનમાં કોરોનાના હાલ 17,997 એક્ટિવ કેસ છે. 93,805 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે, જ્યારે 1322 લોકોને કોરોના ભરખી ગયો છે.
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion