શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: શિવસેના-કૉંગ્રેસ-NCP આજે કરી શકે છે સરકાર બનાવવાનો દાવો
મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે કૉંગ્રેસ-NCP અને શિવસેનાના નેતાઓ આજે રાજ્યપાલને મળી શકે છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે કૉંગ્રેસ-NCP અને શિવસેનાના નેતાઓ આજે રાજ્યપાલને મળી શકે છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ આજનો દિલ્લીનો પ્રવાસ રદ્દ કર્યો છે. ત્રણેય પક્ષોની કાલે મળેલી બેઠક બાદ એનસીપીના ચીફ શરદ પવારે કહ્યુ કે મહારાષ્ટ્રમાં આગામી સરકાર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં બનવા જઈ રહી છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે પણ કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે સીએમ બનવા માટે તૈયાર છે. એ સ્પષ્ટ થઈ ગયુ છે કે મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેના અને કોંગ્રેસ વચ્ચે સરકારની રચના માટે અંતિમ નિર્ણય થઈ ગયો છે.
ત્રણે પક્ષો આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરે જ આવી ગયા હતા અને લગભગ એક મહિનાથી રાજ્યમાં રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. આ કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement