શોધખોળ કરો

Bihar Elections 2025: ભાજપે મૈથિલી ઠાકુરને આપી ટિકિટ, બીજી યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર

BJP Second Candidate List: ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 12 ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ યાદીમાં 71 ઉમેદવારોનો સમાવેશ થયો હતો.

Bihar Assembly Election 2025: ભાજપે બુધવારે (15 ઓક્ટોબર) બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. લોક ગાયિકા મૈથિલી ઠાકુરને અલીનગર મતવિસ્તારથી ઉમેદવાર બનાવવામાં આવી છે. મૈથિલી મંગળવારે (14 ઓક્ટોબર) પાર્ટીમાં જોડાઈ. ભાજપની બીજી યાદીમાં 12 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે.

ભાજપની 12 ઉમેદવારોની બીજી યાદી
અલીપુરથી મૈથિલી ઠાકુરને મેદાનમાં ઉતારવા ઉપરાંત, ભાજપે બારહથી ડૉ. સિયારામ સિંહને ઉમેદવાર બનાવ્યા છે. જ્ઞાનેન્દ્ર જ્ઞાનુની ટિકિટ ત્યાંથી રદ કરવામાં આવી છે. પાર્ટીએ બક્સરથી ભૂતપૂર્વ IPS અધિકારી આનંદ મિશ્રાને પણ ઉમેદવાર બનાવ્યા છે, જે જન સૂરજથી આવે છે.

વિનય કુમાર સિંહને સોનપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે
કેદારનાથ સિંહને બાનિયાપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ આરજેડી સાથે હતા અને દિગ્ગજ નેતા પ્રભુનાથ સિંહના ભાઈ છે. સીએન ગુપ્તાની ટિકિટ છપરાથી રદ કરવામાં આવી છે. છોટી કુમારીને ત્યાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વિનય કુમાર સિંહને સોનપુરથી પણ ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ અહીંથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને મજબૂત નેતા પ્રભુનાથ સિંહના વેવાઈ છે.

રંજન કુમારને મુઝફ્ફરપુરથી ટિકિટ આપવામાં આવી
ભાજેપે મુઝફ્ફરપુરથી રંજન કુમારને પણ પોતાના નવા ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. સુરેશ શર્મા ગયા વખતે અહીંથી હારી ગયા હતા. પાર્ટીએ આગિયાંવમાં પણ એક નવો ઉમેદવાર ઉતાર્યો છે. મહેશ પાસવાનને અહીંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. શિવેશ કુમાર 2020ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી ભાજપના ઉમેદવાર હતા.

પહેલી યાદીમાં 71 નામ જાહેર કરવામાં આવ્યા હતા

નોંધનીય છે કે ભાજપે અગાઉ પહેલી યાદી જાહેર કરી હતી, જેમાં 71 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ભાજપ 101 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. NDA ગઠબંધનમાં બીજેપીના ભાગે 101 બેઠકો આવી છે, જ્યારે JDU પણ 101 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. ચિરાગ પાસવાનની પાર્ટીએ 29 બેઠકો મળી છે. વધુમાં, ઉપેન્દ્ર કુશવાહ અને જીતન રામ માંઝીના પક્ષોને છ-છ બેઠકો ફાળવવામાં આવી છે.

ટોપ સ્ટોરી

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે અભિજીત દીપકેના દાદીનું નિધન; શું મુંબઈ પરત ફરશે?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે અભિજીત દીપકેના દાદીનું નિધન; શું મુંબઈ પરત ફરશે?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Embed widget