(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra: મહારાષ્ટ્રમાં ચાર-પાંચ દિવસનું નાટક પુરુ થઇ ગયુ છે, પોતાનો અનુગામી ઉભો કરવામાં શરદ પવાર નિષ્ફળ રહ્યાં - સામનામાં કરાયો જોરદાર કટાક્ષ
સામનામાં લખવામાં આવ્યુ - 'કોણ બનશે નવા અધ્યક્ષ ? આ નક્કી કરવા શ્રી પવારે એક મોટી કાર્યકારિણી નિયુક્ત કરી દીધી છે, તે કાર્યકારિણીમાં કોણ ?
Sharad Pawar News: મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક મોટો વળાંક આવી શકે છે, હાલમાં જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવારે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધુ છે, આ પછી જુદીજુદી અટકળો વહેતી થવા લાગી છે, વિરોધીઓ પણ વાતને પચાવી શકતા નથી. હવે આ મામલે શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યુ છે કે, એનસીપી નેતા પોતાનો અનુગામી બનાવવામાં નિષ્ફળ રહ્યા છે.
શરદ પવારને લઇને સામનામાં લખવામાં આવ્યું છે કે - 'પાર્ટીની આગળ-પાછળ... તમામ વસ્તુ મહારાષ્ટ્રમાં છે, પવારના બધા સાથીઓ જે ઇચ્છે છે તે માત્ર મહારાષ્ટ્રમાં છે. પવાર ચોક્કસપણે નેશનલ લેવલના એક મોટા નેતા છે અને રાષ્ટ્રીય રાજકારણમાં તેમના શબ્દોનું સન્માન પણ કરવામાં આવે છે, પરંતુ તેઓ પોતાના પક્ષને આગળ લઈ જઈ શકે એવા શક્તિશાળી અનુગામી ઉભો કરવામાં નિષ્ફળ રહ્યાં છે.
તંત્રીલેખમાં આગળ લખવામાં આવ્યું કે- 'ચાર દિવસ પહેલા રાજીનામાની જાહેરાત કરવાના સાથે જ પાર્ટીમાં હડકંપ મચી ગયો હતો, અને દરેક વ્યક્તિ વિચારતો હતો કે હવે અમારું શું થશે? ચિંતાઓથી ધ્રૂજતો હતો. કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પક્ષના અગ્રણી નેતાઓએ પવારને સમજાવ્યા અને બાદમાં લોકોની લાગણીઓને માન આપીને તેમને પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું. હવે તેઓ એનસીપીની કમાન સંભાળશે. આ સાથે જ છેલ્લા ચાર-પાંચ દિવસથી ચાલી રહેલા નાટકનો અંત આવી ગયો, પડદો પડી ગયો છે.
'અસલી મર્દ કોણ ?'
શરદ પવારનો ઉલ્લેખ કરતાં મુખપત્રમાં સામનામાં લખવામાં આવ્યું કે- શરદ પવારે કહ્યું કે તેઓ અંત સુધી લડશે. આ થયુ મહારાષ્ટ્રનું, પરંતુ લાલુ યાદવ, કે.સી. ચંદ્રશેખર રાવ, મમતા બેનર્જી, સ્ટાલિન જેવા નેતાઓ પણ લડતા જ રહ્યાં છે, કાર્યકર્તાઓ લડતા રહ્યાં છે. બેગ ભરીને નીકળી રહેલા લોકો પર પાર્ટી નિર્ભર નથી રહેતી ! બધા જ પક્ષોના ડરપોક સરદારોએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરવી જોઈએ, જેથી લોકોને ખબર પડે કે અસલી મર્દ કોણ છે ?
સામનામાં લખવામાં આવ્યુ - 'કોણ બનશે નવા અધ્યક્ષ ? આ નક્કી કરવા શ્રી પવારે એક મોટી કાર્યકારિણી નિયુક્ત કરી દીધી છે, તે કાર્યકારિણીમાં કોણ ? તો ભાજપમાં જવાની જેઓએ યોજના બનાવી હતી, તેમાથી જ વધુ લોકો હતા, પરંતુ કાર્યકરોનું દબાણ અને લાગણીઓ એટલી તીવ્ર હતી કે કાર્યકારિણીએ પવારનું રાજીનામુ નામંજૂર કરીને 'ઈસે આગે આપ ઔર આપ હી' કહેવું પડ્યું, પવારનું રાજીનામું ફગાવી દેવાયુ અને ત્રીજા કાર્ય માટે ઘંટ વાગે એ પહેલાં જ પવારના નાટક પર પડદો પડી ગયો. પવારના પાછા ફરવાથી તેમની પાર્ટીમાં ચેતના આવી, અને રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષોના ગઠબંધને પણ રાહતનો શ્વાસ લીધો.