શોધખોળ કરો
શરદ પવારે કરી MCAનું અધ્યક્ષ પદ છોડવાની વાત, કહ્યું- ‘રિટાયરમેંટથી ખુશી થશે’

મુંબઈ: થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે બીસીસીઆઈએ પોતાના અધિકારીઓ માટે 70 વર્ષની ઉંમર સીમા નક્કી કરવાની હતી. આ મહત્વના નિર્ણય પછી મુંબઈ ક્રિકેટ સંઘના અધ્યક્ષ શરદ પવારે કહ્યું છે કે તે સુપ્રીમ કોર્ટના આદેશનો સ્વીકાર કરે છે. 76 વર્ષના પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રિટાયરમેંટ લઈને મને ખૂબ ખુશી થશે. તેમને કહ્યું, મુંબઈ ક્રિકેટ સંઘે સુપ્રીમ કોર્ટના તમામ ભલામણોનો સ્વીકાર કરી લીધો છે. બસ અમને બે-ત્રણ બિંદુઓ પર અમુક સ્પષ્ટીકરણ જોઈએ, જેમ કે મહારાષ્ટ્રમાં ત્રણ સંઘ છે. અમને રોટેશન નીતિને લઈને પણ આપત્તિ છે.
પવારે વધુમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર અમે MCAના સંવિધાનને બદલવાની કોશિશ કરીશ. તેના માટે અમે સમિતિની રચના કરીશું. ઉલ્લેખનીય છે કે 2010થી 2012 સુધી શરદ પવાર આઈસીસીના અધ્યક્ષ રહ્યા છે અને 2005થી 2008 સુધી તે બીસીસીઆઈના ચેયરમેન રહ્યા છે.
વધુ વાંચો
Advertisement





















