શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ PM મોદીને કહ્યું - તમે કૉંગેસની પ્રશંસા કરી રહ્યાં છો
શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરી કહ્યું કે, “પ્રવણ મુખર્જીએ આખું જીવન દેશની સેવા કૉંગ્રેસી તરીકે કરી છે. ત્યારે તમે જ્યારે તેમના યોગદાનની પ્રશંસા કરી રહ્યાં છો.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીને ભારત રત્નની સન્માનિત થવા બદલ શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે આ રાષ્ટ્ર પ્રત્યે સેવા કરવા બદલ શ્રેષ્ઠ સન્માન છે. ત્યારે હવે પીએમ મોદીના આ ટ્વિટ પર દિલ્હીની મહિલા કૉંગ્રેસની પ્રમુખ અને પ્રવમ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ ટિપ્પણી કરી છે.
શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરી કહ્યું કે, “પ્રવણ મુખર્જીએ આખું જીવન દેશની સેવા કૉંગ્રેસી તરીકે (રાષ્ટ્રપતિનો કાર્યકાળ છોડીને) કરી છે. ત્યારે તમે જ્યારે તેમના યોગદાનની પ્રશંસા કરી રહ્યાં છો, તો તમે ભૂલથી પણ ખરું, કૉંગ્રેસના યોગદાનને પણ સ્વીકાર કરો છો. તે સ્વીકાર કરવા બદલ ધન્યવાદ.”
ઉલ્લેખનીય છે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંગે ગુરુવારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેના બાદે શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, “ભારતને વધુ વિકસિત બનાવવા માટે કોઈ કસર નહીં છોડવા બદલ તમારો આભાર... આપને ભારત રત્નથી સન્માનિત થતાં જોવું સન્માનની વાત છે. તમે દેશ માટે જે પણ કર્યું છે, તેના માટે આ ઉચિત સન્માન છે.”Sir, @CitiznMukherjee has served the nation all his life as @INCIndia member (except his Presidential years). When you recognise his contribution, you also by default acknowledge Congress’ contribution. Thanks for acknowledging it😊🙏 https://t.co/z7WPzv9KIh
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion