શોધખોળ કરો

કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) સરકારના વખાણ કરતા પાર્ટીની અંદર નારાજગી વધી છે.

Shashi Tharoor Praised Row: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) સરકારના વખાણ કરતા પાર્ટીની અંદર નારાજગી વધી છે. અખબારમાં લખવામાં આવેલા એક લેખમાં, તેમણે કેરળમાં વેપાર અને ઉદ્યોગસાહસિકતાને સરળ બનાવવા માટે પિનરાઈ વિજયન સરકારની પ્રશંસા કરી હતી.

આ સિવાય થરૂરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાતચીતના પરિણામોને પણ સકારાત્મક ગણાવ્યા હતા, જેણે પાર્ટીમાં વધુ હોબાળો મચાવ્યો હતો. વધી રહેલા વિવાદ પર સ્પષ્ટતા આપતા શશિ થરૂરે કહ્યું કે મેં ક્યારેય રાજકારણને વિકાસ સાથે ભેળવ્યું નથી. હવે પાર્ટીના મુખપત્રે તેમની તાજેતરની પ્રવૃત્તિની ટીકા કરી છે.

પક્ષના મુખપત્રએ ટીકા કરી

કોંગ્રેસના મુખપત્ર 'વીક્ષણમ ડેલી'એ થરૂરના નિવેદનોની ટીકા કરી હતી. તંત્રીલેખમાં તેમનું નામ લીધા વિના તેમના નિવેદન સામે સખત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં એલડીએફ સરકાર અને મોદીના વખાણ પર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

થરૂર સોનિયા અને રાહુલ ગાંધીને મળ્યા હતા

નવી દિલ્હીમાં AICCના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલની હાજરીમાં થરૂર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા અને તેમની સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે કહ્યું, "જો કોંગ્રેસને મારી સેવાઓની જરૂર નથી, તો મારી પાસે વિકલ્પો છે."

કેરળમાં કોંગ્રેસ માટે મુશ્કેલ સ્થિતિ

કોંગ્રેસ 2026ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. LDF સરકારને હટાવવા માટે UDF (કોંગ્રેસ ગઠબંધન) આક્રમક વ્યૂહરચના અપનાવી રહી છે. 140 સભ્યોની કેરળ વિધાનસભામાં LDF પાસે 99 અને UDF પાસે 41 બેઠકો છે. બીજેપી પણ ઝડપથી પોતાની પકડ મજબૂત કરી રહી છે, જેણે ત્રિશૂર લોકસભા ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2026ની ચૂંટણી કોંગ્રેસ માટે મોટી તક હોઈ શકે છે, પરંતુ પાર્ટી આંતરિક મતભેદો સાથે સંઘર્ષ કરી રહી છે.

'મેં વિકાસ સાથે રાજકારણને જોડ્યું નથી'

થરૂરે ઈન્ડિયા ટુડેને કહ્યું, "મેં ક્યારેય વિકાસ સાથે રાજકારણને જોડ્યું યું નથી. હું ઈચ્છું છું કે કેરળ એક વિકસિત રાજ્ય બને અને હું રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી સારી પહેલને સમર્થન આપું છું." કોંગ્રેસના ઘણા નેતાઓને લાગે છે કે એલડીએફ સરકાર વ્યવસાય અને ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ નથી, પરંતુ થરૂર માને છે કે વિજયન સરકાર હેઠળ કેરળમાં સુધારો થયો છે.

કેરળની રાજકીય પરિસ્થિતિ બદલાઈ રહી છે

રાજકીય વિશ્લેષકોના મતે, વિજયને કલ્યાણકારી યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રાધાન્ય આપીને એક દૂરંદેશી નેતા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે. 2021 માં, LDF એ પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી. થરૂરના વિકાસ તરફી વલણે તેમને કેરળના રાજકારણમાં એક અલગ ઓળખ અપાવી છે. 2009માં તિરુવનંતપુરમ લોકસભા સીટ પરથી પ્રથમ વખત ચૂંટણી જીત્યા બાદ તેઓ સતત ચાર વખત જીત્યા છે.

આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
Embed widget