શોધખોળ કરો
Advertisement
સાંઈ બાબાના જન્મ સ્થાનને લઈ વિવાદ વધ્યો, આજે શિરડી બંધનું એલાન
કેટલાક ભક્તો સાંઈ બાબાનું જન્મસ્થળ શિરડી માને છે. શિરડી તેમનું કર્મસ્થળ પણ રહ્યું છે અને દેહત્યાગ પણ અહીં કર્યો હતો. જ્યારે કેટલાક લોકો તેમનું જન્મ સ્થળ શિરડી નથી માનતા.
શિરડીઃ મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈબાબાના જન્મ સ્થાનને લઈ શરૂ થયેલો વિવાદ વધી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં શિરડી ગ્રામ સભાએ રવિવારે બંધનો ફેંસલો કર્યો છે. સાંઈ બાબા મંદિરે શનિવારે કહ્યું હતું કે બંધ છતાં મંદરિ ખુલ્લુ રહેશે. શિરડી સ્થિત સાંઈ મંદિરમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે.
કેટલાક ભક્તો સાંઈ બાબાનું જન્મસ્થળ શિરડી માને છે. શિરડી તેમનું કર્મસ્થળ પણ રહ્યું છે અને દેહત્યાગ પણ અહીં કર્યો હતો. જ્યારે કેટલાક લોકો તેમનું જન્મ સ્થળ શિરડી નથી માનતા. જેમાંથી એક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ છે. આ તમામ વિવાદ ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ વકર્યો છે. તેમણે કહ્યું હતું કે, પરભણી જિલ્લા નજીક પાથરી ગામમાં સાંઈ બાબાના જન્મ સ્થાન પર 100 કરોડના વિકાસ કામ કરવામાં આવશે. પાથરી ગામમાં આ પ્રોજેક્ટ પર કામ કરાશે.Maharashtra: A bandh has been called today in Shirdi town, against CM Uddhav Thackeray's reported comment calling Pathri (in Parbhani) as Sai Baba's birthplace. pic.twitter.com/wxPGlrRJki
— ANI (@ANI) January 19, 2020
શિરડી ગ્રામ સભાએ ફેંસલો કર્યો છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી ઠાકરે તેમનું નિવેદન પરત નહીં લે ત્યાં સુધી બંધ ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ શિરડીના લોકોને રવિવારે બંધ પરત લેવાની અપીલ કરી છે. શિવસેના એમએલસી નીલમ ગોરે એક નિવેદન જાહેર કરી કહ્યું, આગામી સપ્તાહે મુખ્યમંત્રી શિરડીના લોકોને મળશે અને આ મામલાનું સમાધાન કરશે.Maharashtra: Shirdi Sai Baba temple remains open amid bandh called today in Shirdi town, against CM Uddhav Thackeray's reported comment calling Pathri (in Parbhani) as Sai Baba's birthplace. pic.twitter.com/fNAx3FrPTa
— ANI (@ANI) January 19, 2020
સાંઈ મંદિરના પૂર્વ ટ્રસ્ટી અશોક ખાંબેકરે કહ્યું કે, સાંઈ બાબાએ ક્યારેય તેમના જન્મ, ધર્મ, પંથ અંગે કંઈ જણાવ્યું નથી. બાબા સર્વધર્મ સમભાવના પ્રતીક હતા. ઉદ્ધવ ઠાકરેને ખોટી માહિતી આપવામાં આવી છે. મુખ્યમંત્રી પહેલા સાંઈ સત ચરિત્રનો અભ્યાસ કરે અને તે પછી કોઈ ફેંસલો લે. ખાંબેકરે કહ્યું, આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ સાઈબાબાના જન્મસ્થાનને લઈ આવા નિવેદન આપી ચુક્યા છે. સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5નાં મોત INDvAUS: આજે ત્રીજી અને અંતિમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટMaharashtra: Devotees visit Shirdi Sai Baba temple amid bandh called today in #Shirdi town, against CM Uddhav Thackeray's reported comment calling Pathri (in Parbhani) as Sai Baba's birthplace. pic.twitter.com/z5nPzxMiFZ
— ANI (@ANI) January 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion