શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી ધારાસભ્યોની બેઠક, જાણો વિગતે
એનસીપી અને કોંગ્રેસના વલણને જોતાં શિવસેનાએ 22 નવેમ્બરે તેના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠક ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાને યોજાશે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત ચાલુ છે. ઉલ્લેખનીય છે કે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસમાં સરકાર બનાવવા માટે સમર્થન માંગ્યું છે પરંતુ હજુ સુધી વાત બની નથી. કોંગ્રેસ કોઇ ફેંસલો નથી લઈ રહી તેથી સરકાર બનાવવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાય છે. આ દરમિયાન શિવસેના તરફથી મહત્વના સમાચાર આવ્યા છે. એનસીપી અને કોંગ્રેસના વલણને જોતાં શિવસેનાએ 22 નવેમ્બરે તેના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠક ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાને યોજાશે.
આ બેઠકને ખુદ પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સંબોધિત કરશે. આ બેઠકમાં રાજ્યમાં સરકાર રચવાને લઈ ચર્ચા થાય તેવી આશા છે. સરકાર બનાવવામાં થઈ રહેલા વિલંબ પર આજે શિવસેના નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર બનાવવામાં વિલંબ થાય છે. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી છે. ત્રણેય મળીને આસાનીથી સરકાર બનાવી શકે છે. રાજ્યમાં બહુમત માટેના 145ના આંકડા સામે ત્રણેય પાર્ટીઓના મળીને 154 ધારાસભ્યો છે. 105 સીટ જીતીને રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યું હતું. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા. મુકેશ અંબાણીની રિલાયન્સે રચ્યો ઈતિહાસ, આ મામલે બની નંબર-1 રહાણેએ પિંક બોલ સાથે ઉંઘતો હોય તેવી તસવીર કરી શેર, કોહલી-ધવને કર્યો ટ્રોલMaharashtra: Shiv Sena Chief Uddhav Thackeray (file pic) has called a meeting of party MLAs on November 22 at his residence in Mumbai. pic.twitter.com/cedlRoTygC
— ANI (@ANI) November 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement