શોધખોળ કરો
Advertisement
મુકેશ અંબાણીની રિલાયન્સે રચ્યો ઈતિહાસ, આ મામલે બની નંબર-1
મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક મોટી સિદ્ધી મેળવી છે. મંગળવારે કંપનીની માર્કેટ કેપ 9.5 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ હતી. આ સીમાચિહ્ન મેળવનારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ભારતની પ્રથમ કંપની બની ગઈ છે.
મુંબઈઃ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક મોટી સિદ્ધી મેળવી છે. મંગળવારે કંપનીની માર્કેટ કેપ 9.5 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ હતી. આ સીમાચિહ્ન મેળવનારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ભારતની પ્રથમ કંપની બની ગઈ છે. એક મહિના પહેલા 18 ઓક્ટોબરે કંપનીની માર્કેટ કેપ 9 લાખ કરોડ રૂપિયાને સ્પર્શી હતી.
કંપનીના શેરમાં સતત પાંચમાં કારોબારી સત્રમાં તેજી જોવા મળી હતી. મંગળવારે કંપનીના શેરમાં 3.59 ટકાની તેજી જોવા મળી હતી. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચના કહેવા મુજબ, રિલાયન્સ આગામી બે વર્ષમાં 200 અબજ ડોલર માર્કેટ કેપ હાંસલ કરનારી ભારતની પ્રથમ કંપની બની શકે છે.
Activa ને ફળી દિવાળી, સ્પ્લેન્ડરને પછાડી ફરી બની નંબર 1 ટૂ વ્હીલર
મંગળવારે ઈન્ટ્રા ડે ટ્રેડિંગ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 9.55 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું. બીજા નંબર પર રહેલી ટીસીએસનું માર્કેટ કેપ 7.91 લાખ કરોડ રૂપિયા, ત્રીજા નંબર પર HDFC બેંકનું માર્કેટ કેપ 6.95 લાખ કરોડ રૂપિયા, ચોથા નંબર પર હિન્દુસ્તાન યૂનિલીવરનું માર્કેટ કેપ 4.42 લાખ કરોડ રૂપિયા અને પાંચમા નંબર પર એચડીએફસીનું માર્કેટ કેપ 3.82 લાખ કરોડ રૂપિયા હતું.
મહારાષ્ટ્રમાં સસ્પેંસ યથાવત, સંજય રાઉતે કહ્યું- સરકાર બનાવવામાં........
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement