શોધખોળ કરો
રાહુલ ગાંધી પર ઉદ્ધવ ઠાકરેનું વિવાદિત નિવેદન, કહ્યું- ‘હિંદુસ્તાનમાં નામર્દો માટે કોઈ જગ્યા નથી’
શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.

મુંબઈ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વિવાદિત નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં સભાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે “બેટા રાહુલ ગાંધી, હિંદુસ્તાનમાં નામર્દોની માટે કોઈ જગ્યા નથી.” આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ એનસીપી અધ્યક્ષ શરદ પવાર પર પણ આકરા પ્રહારો કર્યાં હતા. બુલઢાણામાં ભાજપ-શિવસેના ગઠબંધનના ઉમેદવાર માટે વોટ માંગતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શરદ પવારને શરમ નથી આવતી. ઉદ્ધવ ઠાકરેએ લોકોને પુછ્યું કે શું દેશદ્રોહીઓને પોતાની નજીક રાખનારાઓને તમે ચૂંટશો ? આ સીટ પર વર્તમાન સાંસદ પ્રતાપરાવ ગણપતરાવ જાધવ માટે મત માંગવા ઉદ્ધવ ઠાકરેએ રેલી કરી હતી. આ દરમિયાન ભાજપના એક પણ દિગ્ગજ નેતા મંચ ન હતા. માસ્ટર્સ કર્યા વિના રાહુલ ગાંધીને એમ.ફિલની ડિગ્રી મળી ગઇઃ અરુણ જેટલી માયાવતીએ કહ્યું, અલી-બજરંગ બલીના જોડાણથી પરિણામ સારૂ આવશે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન છે. લોકસભા ચૂંટણીમાં શિવસેના 23 અને ભાજપ 25 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં 50-50ની ફોર્મૂલા છે. ઠાકોર સેનાના કાર્યકરોએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી શું લગાવ્યો મોટો આરોપ, જુઓ વીડિયો
વધુ વાંચો





















