શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રનો રાજકીય જંગ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, શિવસેના-NCP-કૉંગ્રેસે ફડણવીસના શપથ વિરુદ્ધ અરજી દાખલ કરી
શિવસેનાએ માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી એનસીપી, કૉંગ્રેસ અને શિવેસનાના ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે.
મુંબઈ: મહારાષ્ટ્રનો રાજકીય જંગ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. શિવસેના- કૉંગ્રેસ અને એનસપીએ દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી અને અજીત પવારના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવાના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરી છે. શિવસેનાએ પોતાની અરજીમાં માંગ કરી છે કે રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે આપેલા આમંત્રણના આદેશને રદ કરવામાં આવે. રવિવારે સવારે 11.30 વાગ્યે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
શિવસેનાએ માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી એનસીપી, કૉંગ્રેસ અને શિવેસનાના ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે. શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને 154 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટને તાત્કાલિક, શક્ય હોય તો રવિવાર સુધી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપવાની અપીલ કરી છે. અરજીકર્તાએ પ્રોટેમ સ્પીકરની નિમણૂંક, ધ્વનિમતની જગ્યાએ ડિવિઝન ઑફ વૉટ દ્વારા તત્કાલ ફ્લૉર ટેસ્ટ અને તેની વીડિયોગ્રાફી કરવાની માંગ કરી છે.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કર્ણાટના મામલાની જેમ મહારાષ્ટ્રના રાજ્યપાલને દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવા અને રાજ્યપાલને આપેલા સમર્થન પત્ર સહિત તમામ રેકોર્ડ કોર્ટ સામે રજૂ કરવાનો નિર્દેશ આપવાની માંગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શનિવારે સવારે અચાનક ભાજપ અને એનસીપીના અજિત પવારે સાથે મળીને સરકાર બનાવી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને અજિત પવારે ડેપ્યૂટી સીએમ તરીકે શપથ લીધા હતા. અજીત પવાર પર શરદ પવારે કહ્યું પાર્ટીની અનુશાસનાત્મક કમિટી તેના પણ નિર્ણય કરશે. શરદ પવારે કહ્યું તે લોકો સદનમાં બહુમત સાબિત નહી કરે. શરદ પવારે કહ્યું મને આજે સવારે જ ખબર પડી કે અજીત શપથ લઈ રહ્યા છે. શરદ પવારે પણ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. ઉદ્ધવ ઠાકરે-શરદ પવારની પત્રકાર પરિષદ, પવારે કહ્યું- અમારી પાસે બહુમત, અમે બનાવીશું સરકાર શરદ પવારે અજીત પવારને કર્યું દબાણ, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામુ આપીને મળવા કહ્યુઃ સૂત્ર#SupremeCourt: Justice NV Ramana, Justice Ashok Bhushan&Justice Sanjiv Khanna to hear tomorrow at 1130 am the joint plea of Shiv Sena, Nationalist Congress Party and Congress against the decision of Maharashtra Governor inviting Devendra Fadnavis to form the government on Nov 23 https://t.co/5fSEkcsTHs
— ANI (@ANI) November 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement