શોધખોળ કરો
Advertisement
શિવરાજ સિંહે મુખ્યમંત્રી પદના લીધા શપથ, ચોથી વખત બન્યા MPના CM
મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી લીધી છે. શિવરાજસિંહ ચૌહાણે ચોથી વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી લીધી છે. શિવરાજસિંહ ચૌહાણે ચોથી વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ અગાઉ મધ્યપ્રદેશ ભાજપે શિવરાજ સિંહ ચૌહાણને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા.
શિવરાજ સિંહે કહ્યું શાસન કરવાની શૈલીમાં પણ હવે પરિવર્તન કરવામાં આવશે. નિર્ણયો બોલશે, કામ બોલશે. આપણે બધા સાથે મળીને, બધાને સાથે લઈને કામ કરીશું.
એક રિપોર્ટ અનુસાર, શિવરાજસિંહ ચૌહાણે રાજભવનમાં રાત્રે નવ વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સાથે તેઓ મધ્યપ્રદેશના ચોથી વખત મુખ્યમંત્રી બન્યા હતા. શિવરાજ સિંહ પ્રથમવાર 29 નવેમ્બર 2005માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. બાદમાં તેઓ ડિસેમ્બર 2008માં બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. 8 ડિસેમ્બર 2013માં શિવરાજ સિંહે ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement