Corona Vaccine Facts: શું કોરોના રસીના બન્ને ડોઝ લીધા બાદ એન્ટીબોડી ટેસ્ટ કરાવવો જોઈએ ? જાણો સરકારે શું કહ્યું
યૂપીમાં બે અલગ અલગ રસીના ડોઝ પર નીતિ આયોગે કહ્યું કે, પ્રોટોકોલ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ કે આવું ન થાય. પહેલો ડોઝ જે કંપનીનો લીધો હોય એ જ રસીનો બીજો ડોઝ લાગવો જોઈ.
નવી દિલ્હીઃ નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે રસીના બે ડોઝ લીધા બાદ એન્ટીબોડી ટેસ્ટ કરાવવાની જરૂરત નથી. કારણ કે રોગ પ્રતિકારક ક્ષમતાનું એન્ટીબોડી એકમાત્ર માપદંડ નથી. અનેક રીતે રોગ પ્રતિકારક ક્ષમતા બને છે. માટે જરૂરી છે કે બધા લોકો રસી લે અને કોવિડ અનુસાર વ્યવહાર જાળવી રાખે. કારણ કે આ બીમારી વિરૂદ્ધ કોઈપણ પૂર્ણ સુરક્ષા નથી.
વીકે પોલે એ પણ કહ્યું કે, દેશમાં રિસર્ચ કરવામાં આવી રહ્યું છે કે, કોરોના રસીના બૂસ્ટર ડોઝની જરૂરત છે કે નહીં. તેમણે ભાર મુક્યો કે કોઈપણ રસી વાયરસ સામે 100 ટકા સુરક્ષા ન આપી શકે.
રસીના અલગ અલગ ડોઝ લેવા પર શું થશે?
યૂપીમાં બે અલગ અલગ રસીના ડોઝ પર નીતિ આયોગે કહ્યું કે, પ્રોટોકોલ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ કે આવું ન થાય. પહેલો ડોઝ જે કંપનીનો લીધો હોય એ જ રસીનો બીજો ડોઝ લાગવો જોઈ. પરંતુ તેમ છતાં જો અલગ અલગ કંપનીના બન્ને ડોઝ લેવાઈ જાય તો વ્યક્તિએ ચિંતા કરવાની જરૂરત નથી. તેનાથી એવી કોઈ ખાસ કોઈ સમસ્યા ન થવી જોઈએ.
વીકે પોલે આગળ કહ્યું, ‘એ પણ કહેવાય છે કે જો બદલીને રસી લેવામાં આવે તો ઇમ્યૂનિટી વધારે બને છે. હું આશ્વશ્ત કરવા માગુ છું કે કોઈ ચિંતાની વાત નથી. પરંતુ વિકલ્પમાં હાલમાં અમે એવું કંઈ નથી જોઈ રહ્યા. આવી કોઈ ભલામણ ક્યાંયથી નથી આવી. કેટલાક દેશોમાં જે થયું છે તે માત્ર ટ્રાયલ તરીકે થયું છે. ટ્રાયલમાં જોવામાં આવી રહ્યું છે કે મિક્સ કરવામાં આવે તો શું ફાયદો થાય છે?'
ઉત્તર પ્રદેશની ઘટના પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું, ‘ભલે આવું થઈ ગયું હોય પરંતુ વ્યક્તિએ ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. હું તમામ સ્વાસ્થ્ય કર્મીઓને આગ્રહ કરું છું કે બન્ને ડોઝ એક જ રસીના આપે.’ આ ઘટના ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાની છે. જ્યાં સ્વાસ્થ્ય કર્મીઓએ 20 ગ્રામીણોને કોવેક્સીન રસીનો બીજી ડોઝ આપી દીધો હતો જ્યારે તેમને પ્રથમ ડોઝ કોવિશીલ્ડ રસીનો આપવામાં આવ્યો હતો.