શોધખોળ કરો
Advertisement
શું અમદાવાદને મિની પાકિસ્તાન કહેવાની કંગના રનૌતમાં હિંમત છે ? સંજય રાઉત
કંગનાએ તાજેતરમાં એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, મુંબઈ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર જેવું કેમ લાગી રહ્યું છે તે બાદ વિવાદ શરૂ થયો છે.
મુંબઈઃ માયાનગરી મુંબઈની તુલના પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે) સાતે કરવા સંબંધિત બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના નિવેદનના મામલે રાજનીતિ પણ ગરમાઈ છે. બોલિવૂડ અભિનેત્રી પર વિવાદિત નિવેદન આપનારા શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, કંગના મહારાષ્ટ્રની માફી માંગશે તો જ તેઓ આ અંગે વિચારશે.
રાજ્યસભા સાંસદ રાઉતે આજે કહ્યું કે, જો તે છોકરી કંગના રનૌત મહારાષ્ટ્રની માફી માંગશે તો જ હું તેના વિશે વિચારીશ. તે મુંબઈને મિની પાકિસ્તાન કહે છે. શું અમદાવાદ અંગે આમ કહેવાની તેનામાં હિંમત છે ?
કંગનાએ તાજેતરમાં એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, મુંબઈ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર જેવું કેમ લાગી રહ્યું છે તે બાદ વિવાદ શરૂ થયો હતો. જેમાં તેણે ન્યૂઝ રિપોર્ટને પણ ટેગ કર્યો હતો, જેમાં કહ્યું હતું કે તે જો મુંબઈ પોલીસથી ડરતી હોય તો તેણે મુંબઈ ન આવવું જોઈએ. જે બાદ કંગનાએ કહ્યું હતું કે, બોલિવૂડમાં ડ્રગ માફિયાનો પર્દાફાશ કરવા માટે હરિયાણા કે હિમાચલ પ્રદેશ પોલીસની સુરક્ષા જોઈએ. મને મુંબઈ પોલીસની સુરક્ષા સ્વીકાર નથી.
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં સંજય રાઉતે કંગના રનૌતને હરામખોર છોકરી કહી હતી. તેમના નિવેદન પર ઘણો વિવાદ થયો હતો.
સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે રીયા ચક્રવર્તીના ભાઈએ શું કર્યો મોટો ધડાકો ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement