Shraddha Case : શ્રદ્ધાની હત્યા કરી એ જ રૂમમાં સૂતો... મહિલાઓ લાવતો...અને કેમ મારી નાખી... જાણો 10 પોઈન્ટ્સ
પાડોસીઓનું કહેવું છે કે,શ્રદ્ધાની હત્યા કર્યાના 5 મહિના બાદ પણ આફતાબ અન્ય મહિલાઓને પોતાના ઘરે લાવતો હતો. પાડોસીઓનો દાવો છે કે, તાજેતરમાં ઓક્ટોબર મહિનામાં જ અનેક મહિલાઓને તેની સાથે આવતા-જતા જોઈ.
ધ્રદ્ધા વાકર હત્યાકેસમાં સનસનાટીપૂર્ણ ખુલાસા થયા છે. 28 વર્ષીય પ્રેમી એવા આફતાબે પોતાનીલિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની બેરહેમીપૂર્વક હત્યા કરી તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતાં. લગભગ 6 મહિના જુના આહત્યાકાંડમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે. તો જાણો કેસને લગતી તમામ વિગતો 10પોઈન્ટ્સમાં.
1. દિલ્હી પોલીસ મંગળવારે આફતાબને મહરોલીના એ જંગલમાં લઈ ગઈ જ્યાં તેણે શ્રદ્ધાના 35 ટુકડા કરીને ફેંકી દીધા હતાં. ત્રણ કલાક તપાસ અભિયાન ચાલ્યુ અને શરીરના લગભગ 10 ટુકડા મળી આવ્યા. પીડિતાના પિતા, વિકાસ વાકરે આફતાબનીસજા -એ-મોતની માંગ કરી. સાથે જ તેમણે આ ઘટના પાછળ 'લવ જેહાદ'ને લઈને પણ આશંકા વ્યક્ત કરી.
2. આફતાબ અને શ્રદ્ધાની મુલાકાત ડેટિંગ એપ'બંબલ' પર થઈ હતી. તે સમયે તેઓ બંને મુંબઈમાં કામ કરતા હતાં. પોલીસ ડેટિંગ એપને તેની પ્રોફાઈલના વિવરણ માટે પુછી શકે છે જેથી કરીને એ જાણકારી મેળવી શકાય કે, શું તે શ્રદ્ધાને હત્યા કર્યા બાદ અન્ય મહિલાઓને પણ પોતાના ઘરે લાવ્યો હતો?
3. શ્રદ્ધા દ્વારા લગ્નને લઈને દબાણ કરવાને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતાં, પરંતુ 18 મેના રોજ તેમની વચ્ચે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું ને આફતાબે શ્રદ્ધાનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા કર્યાબાદ લોહીના ડાઘા સાફ કરવા 'સલ્ફરહાઈપોક્લોરાઈડ'નો ઉપયોગ કર્યો હતો.
4. સૂત્રોના જણાવ્યા પ્રમાણેઆફતાબ એ જ રૂમમાં સૂતો હતો જ્યાં શ્રદ્ધાના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતાં. આટલુ ઓછું હોય તેમ આ ટુકડા ફ્રીઝમાં રાખ્યા બાદ તે શ્રદ્ધાના ચહેરાને વારંવાર નિહાળતો હતો. પોલીસ આફતાબને એ દુકાને પણ લઈ ગઈ હતી જ્યાં તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા મટેના ઓઝાર ખરીદ્યા હતાં.
5. પાડોસીઓનું કહેવું છે કે,શ્રદ્ધાની હત્યા કર્યાના 5 મહિના બાદ પણ આફતાબ અન્ય મહિલાઓને પોતાના ઘરે લાવતો હતો. પાડોસીઓનો દાવો છે કે, તાજેતરમાં ઓક્ટોબર મહિનામાં જ અનેક મહિલાઓને તેની સાથે આવતા-જતા જોઈ છે.
6. પોલીસે પણ જણાવ્યું છે કે, હત્યાના થોડા જ દિવસો બાદઆફતાબ જાણે કંઈ બન્યુ જ ના હોય તેમ અન્ય મહિલાને પોતાના એપાર્ટમેન્ટમાં લાવ્યો હતો.આશ્ચર્યજનક વાત એ છે કે, જ્યારે શ્રદ્ધાના શરીરના ટુકડા ફ્રીઝમાં જ પડ્યા હતાં ત્યારે પણ તે અન્ય મહિલાને આ ઘરમાં લાવ્યો હતો. હવે પોલીસ એ દિશામાં તપાસ હાથ ધરી રહી છે કે, શું હત્યાના થોડા દિવસ પહેલા જ દિલ્હીના છતરપુર વિસ્તારમાં ફ્લેટમાં રહેવાનો નિર્ણય શ્રદ્ધાની હત્યાનું ષડયંત્રનો જ ભાગ હતો કે કેમ?
7. શ્રદ્ધાના હત્યારા આફતાબનું કબુલનામું પણ સામે આવ્યું છે. આરોપીએ જણાવ્યું છે કે, હત્યાના (18 મે)ના દોઢ સપ્તાહ પહેલા પણ શ્રદ્ધાની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. શરીરને કેવી રીતે છરા વડે કાપી શકાય તેની જાણકારી મેં ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. તે દિવસે પણ મારી અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો. અને મેં તેને મારી નાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ અચાનક જ શ્રદ્ધા ઈમોશનલ થઈ ગઈ અને રડવા લાગતા મેં તેને છોડી દીધી.
8. આરોપી આફતાબે જણાવ્યું હતું કે, શ્રદ્ધા અને મારી વચ્ચે ઝઘડાનું કારણ મારી કોઈ અન્ય સાથે વાત કરવાનું જ હતું. તેને મારા પર શંકા જતી હતી જેને લઈને તે ખુબ જ ગુસ્સે થઈને ઝઘડો કરવા લાગતી હતી. 18મી મે એ પણ અમારી વચ્ચે ઝઘડો થયો અને મેં શ્રદ્ધાને મારી નાખી. હું ગભરાઈ ગયો હતો. મને ખબર હતી કે, હું શ્રદ્ધાનો મૃતદેહ એમ જ ગમે ત્યાં ફેંકી દઈશ તો પકડાઈ જઈશ. માટે મેશ્રદ્ધાની બોડીનો નિકાલ કરવા ઈન્ટરનેટ પર આખી રાત સર્ચ કર્યું હતું.
9. આફતાબે એ વાત પણ સ્વિકારી છે કે, શરીરને કેવી રીતે છરાથી કાપી શકાય તે વિષે પણ મેં ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. આફતાબે જણાવ્યું હતું કે, મને ક્રાઈમ સંબંધિત વેબ સિરીઝ અને સીરિયલ જોવાનો શોખ છે.ત્યાંથી જ મેં શ્રદ્ધાની ડેડ બોડીને સાચવી રાખવા વિષે જાણ્યું.
10.હત્યા બાદ પણ શ્રદ્ધાને તેના પરિજનો અને મિત્રો વચ્ચે કેવી રીતે જીવંત રાખી શકાય તેના માટે હું તેની ઈન્ટાગ્રામ આઈડી પરથી સતત એક્ટિવ રહેતો હતો. આફતાબે કબુલ્યું છે કે, આ આખી ઘટનાને મેં એકલા જ અંજામ આપ્યો હતો.