શોધખોળ કરો
સિદ્દારમૈયા બોલ્યા- કર્ણાટકમાં ગમે ત્યારે યોજાઈ શકે છે ચૂંટણી, કાર્યકર્તાઓ તૈયાર રહે
કર્ણાટકમાં કૉંગ્રેસ ઘારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે પ્રદેશમાં કોઈપણ સમયે ચૂંટણી યોજાઈ શકે છે. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને તૈયાર રહેવા માટે કહ્યું છે.
બેંગલુરૂ: કર્ણાટકમાં કૉંગ્રેસ ઘારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે પ્રદેશમાં કોઈપણ સમયે ચૂંટણી યોજાઈ શકે છે. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને તૈયાર રહેવા માટે કહ્યું છે. સિદ્ધારમૈયાએ બીએસ યેદિયુરપ્પા સરકારના એક મહિનાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સોમવારે દાવો કર્યો કે ભાજપના નેતૃત્વવાળી સરકાર એક વર્ષ કરતા વધારે નહી ચાલી શકે.
સિદ્ધારમૈયાએ ચૂંટણીનુ અનુમાન વ્યક્ત કરતા કૉંગ્રેસના કાર્યકર્તાઓને પાર્ટીને મજબૂત બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે, કારણ કે કોઈને પણ વિશ્વાસ નથી કે યેદીયુપ્પા સરકાર લાંબા સમય સુધી ચાલશે.
સિદ્ધારમૈયાએ કહ્યું, મને નથી લાગતુ કે એક વર્ષ સુધી પણ ચાલશે. સિદ્ધારમૈયાએ કહ્યું જો ભાજપ એક વર્ષ સુધી સરકાર ચલાવશે તો મોટી વાત કહેવાશે. તેમણે સવાલ કર્યો કે 105 ધારાસભ્યો સાથે ભાજપ કયા સુધી સરકારમાં રહેશે. તેમણે કહ્યું ભાજપ પાસે જનાદેશ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement