શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ ખાલિસ્તાની સંગઠને આપી એરપોર્ટ સહિત કેટલીય જગ્યાઓને ઉડાડી દેવાની ધમકી, સુરક્ષા વધારાઇ
ખાલિસ્તાની સંગઠને ટ્વીટર પર એક વીડિયો પણ શેર કર્યો, આ ખુદને સિખ ફૉર જસ્ટીસનો મહાસચિવ બતાવનારા ગુરુપતવંત સિંહે ગુરુવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી લંડનની ફ્લાઇટ AI 111 અને AI531ને રોકવાની ધમકી આપી
નવી દિલ્હીઃ ખાલિસ્તાની સંગઠનોએ દિલ્હી એરપોર્ટ સહિત કેટલીય જગ્યાઓ પર ધમાકાની ધમકી આપી છે. ખાલિસ્તાન સમર્થક સિખ ફૉર જસ્ટિસે ડીસીપી એરપોર્ટ રાજીવ રંજનનો ફોટો લગાવીને તેને ફેસ ઓફ ટેરર જાહેર કર્યો છે. આની સાથે ખાલિસ્તાની સંગઠનની ધમકી બાદ એરપોર્ટ સહિત અનેક જગ્યાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ખાલિસ્તાની સંગઠને ટ્વીટર પર એક વીડિયો પણ શેર કર્યો, આ ખુદને સિખ ફૉર જસ્ટીસનો મહાસચિવ બતાવનારા ગુરુપતવંત સિંહે ગુરુવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી લંડનની ફ્લાઇટ AI 111 અને AI531ને રોકવાની ધમકી આપી.
આ ટ્વીટ બાદ તરત જ દિલ્હી પોલીસની એન્ટી ટરર યૂનિટ એક્ટિવેટ થઇ ગઇ, સીઆઇએસએફ અને દિલ્હી પોલીસે એરપોર્ટ પર સુરક્ષા વધારી દીધી છે. મંગળવારે સીઆઇએસએફ અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ એરપોર્ટની સુરક્ષાને લઇને એક બેઠક પણ કરી હતી.
દિલ્હી એરપોર્ટના ડીસીપી રાજીવ રંજને કહ્યુ- અમે પિકેટ્સની સંખ્યા વધારી દીધી છે, અને એરપોર્ટમાં દાખલ થનારા તમામ વાહનોની સઘન તપાસ કરી રહ્યાં છીએ, સાદા કપડાંમાં પણ દિલ્હી પોલીસના હથિયારબંધ જવાન એરપોર્ટ પર તૈનાત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion