શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં કોરોનાથી થયું પ્રથમ મોત, સરકારે 1 ઓગસ્ટ સુધી લંબાવ્યું લોકડાઉન
સિક્કિમમાં આજે સવારે કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. જે કોરોનાથી સિક્કિમમાં થયેલું પ્રથમ મોત છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 499 છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના સંક્રમણ ફેલાતું અટકે તે માટે કેટલાક રાજ્યોએ લોકડાઉન નાંખ્યું છે. ઉપરાંત કેટલાક રાજ્યોએ અમુક જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા લોકડાઉન લગાવ્યું છે. આ દરમિયાન સિક્કિમે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. સિક્કિમમાં 21 જુલાઈથી લાગુ કરવામાં આવેલું લોકડાઉન 27 જુલાઈએ પૂરું થતું હતું.
સિક્કિમ સરકારના ગૃહ વિભાગે આજે એક આદેશ જાહેર કર્યો છે, જેમાં લોકડાઉન 1 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આદેશ મુજબ, રાજ્યની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યવ્યાપી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સિક્કિમમાં આજે સવારે કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. જે કોરોનાથી સિક્કિમમાં થયેલું પ્રથમ મોત છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 499 છે. 142 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 357 એક્ટિવ કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,85,522 પર પહોંચી છે અને 32,063 લોકોના મોત થયા છે. 8,85,577 લોકો સાજા થઈ ગયા છે અને 4,67,882 એક્ટિવ કેસ છે.
મોદી સરકાર ક્યારથી મૂવી થીયેટરો અને જીમ્નેશિયમ ખોલશે ? જાણો મોટા સમાચાર
વારાણસીમાં હવે અઠવાડિયામાં 3 દિવસ રહેશે લોકડાઉન, નવી ગાઈડલાઈન કરાઈ જાહેર
PM મોદીએ 'મન કી બાત'માં કચ્છમાં થઈ રહેલી ડ્રેગન ફ્રૂટની ખેતીને લઈ શું કહ્યું ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion