શોધખોળ કરો

SIR in Gujarat: ગુજરાતમાં આજથી SIRની શરૂઆત, આ દસ્તાવેજો રાખવા પડશે તૈયાર

SIR in India: ચૂંટણી પંચ મંગળવારથી 12 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂ કરશે. ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં એસઆઈઆર શરૂ થશે.

SIR in India: બિહારમાં ચાલી રહેલા ચૂંટણીનામાહોલ વચ્ચે ચૂંટણી પંચ મંગળવાર (4 નવેમ્બર, 2025) થી 12 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂ કરશે. ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં એસઆઈઆર શરૂ થશે. બિહારથી વિપરીત SIR પ્રક્રિયા માટે ફક્ત આધાર કાર્ડ માન્ય નથી. આ પ્રક્રિયા હેઠળ ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું વિતરણ શરૂ થશે અને આ ફોર્મ 4 ડિસેમ્બર, 2025ના રોજ સબમિટ કરવામાં આવશે.

આ 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ થશે એસઆઈઆર

ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, રાજસ્થાન, કેરળ, ગુજરાત, ગોવા, પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર. આમાંથી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે 2026માં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. જ્યારે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ગોવામાં 2027માં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે.

ચૂંટણી પંચ બંગાળની મુલાકાત લેશે

SIR ની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની એક ટીમ 5 થી 8 નવેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળની મુલાકાત લે તેવી અપેક્ષા છે. PTI ના અહેવાલ મુજબ, ચૂંટણી પંચના મુખ્ય સચિવ એસ.બી. જોશી અને નાયબ સચિવ અભિનવ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ટીમ બંગાળના કૂચ બિહાર, અલીપુરદુઆર અને જલપાઇગુડી જિલ્લાઓનું નિરીક્ષણ કરે તેવી અપેક્ષા છે. તેઓ BLO અને રિટર્નિંગ અધિકારીઓ (ROs) તેમની ફરજો કેવી રીતે બજાવી રહ્યા છે તેનું મૂલ્યાંકન કરશે.

બીજા તબક્કા દરમિયાન SIR આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં હાથ ધરવામાં આવશે. આમાંથી ચાર રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળ. આ સમયગાળા દરમિયાન સંબંધિત BLO ત્રણ વખત લોકોના ઘરે જશે. મતદાર યાદીનું અંતિમ પ્રકાશન ફેબ્રુઆરી 2025માં કરવામાં આવશે.

SIR માટે આ 13 દસ્તાવેજો જરૂરી છે

જન્મ પ્રમાણપત્ર, 10મું ધોરણ અથવા અન્ય પરીક્ષા પ્રમાણપત્ર, પાસપોર્ટ, સરકારી જમીન અને મકાન દસ્તાવેજો, જાતિ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર, સરકારી રોજગાર ઓળખ કાર્ડ અથવા પેન્શન ચુકવણી ઓર્ડર, કુટુંબ રજિસ્ટરની કોપી, આધાર કાર્ડ માર્ગદર્શિકા, NRC એન્ટ્રીઓ, 1 જૂલાઈ, 1987 પહેલા જાહેર કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ અને સરકાર દ્વારા જાહેર કરાયેલ જમીન અથવા મકાન ફાળવણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો SIR માટે માન્ય રહેશે. જે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR યોજાવાનો છે ત્યાં 51 કરોડ મતદારો છે.

9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે

ચૂંટણી પંચ 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરશે અને અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. અગાઉનો SIR 2002-04માં હાથ ધરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચનું માનવું છે કે SIR ખાતરી કરશે કે કોઈ લાયક મતદાર બહાર ન રહે અને કોઈ અયોગ્ય મતદારનું નામ મતદાર યાદીમાં ન રહે. SIRનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર વિદેશી ઇમિગ્રન્ટ્સને તેમના જન્મ સ્થળની ચકાસણી કરીને યાદીમાંથી દૂર કરવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Embed widget