શોધખોળ કરો

Weather Update: ગુજરાતને અડીને આવેલા આ હીલ સ્ટેશનમાં કરા પડતાં ઘરોની છત પર છવાઈ બરફની ચાદર

વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જિલ્લાના પિંડવાડા, સ્વરૂપગંજમાં ઘણી જગ્યાએ કરા પડ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.

Weather Update: ગુજરાતની સાથે પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સિરોહી હિલ સ્ટેશન પર હવામાન બદલાયું છે, માઉન્ટ આબુમાં કરા અને વરસાદ પડ્યો છે. ગુરુશિખર, અચલગઢ સહિત અનેક સ્થળોએ હિમવર્ષા થઈ છે. જેના કારણે પહાડો અને ઘરોની છત પર બરફની ચાદર છવાઈ ગઈ છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જિલ્લાના પિંડવાડા, સ્વરૂપગંજમાં ઘણી જગ્યાએ કરા પડ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.

બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢ વિરમ પર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. બપોર બાદ ઈકબાલગઢ વિસ્તારમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. કમોસમી વરસાદ વરસતા ઘઉં, એરંડા, જીરું બટાકાના પાકોને ભારે નુકશાન થવાની ભીતિ છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ , રાજકોટ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, પાટણમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 કિમિ પ્રતિ કલાક ની રહેશે. આ વિસ્તારોમાં સામાન્ય ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે.

અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ, ધારી પંથકને બનાવ્યુ નિશાન

અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદે ધારી પંથકને નિશાન બનાવ્યું છે. ધારીના ગીર કાંઠાના ચાંચઈ, પાણીયા, આંબાગાળા, સહિતના ગામોમાં કમોસમી વરસાદ છે. ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક હળવા ઝાપટાં પડ્યા છે. ચાર દિવસથી વરસતા કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે સૌથી વધુ નુકસાનની ભીતી છે.

અમરેલીમાં ગઈકાલે આભમાંથી વરસ્યા કરા

હવામાન વિભાગની આગાહીને પગલે  ગઈકાલે રાજ્યના 15 જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેતીના પાકને મોટી નુકસાની ગઈ છે. કેરી,ચીકુ અને કપાસના પાકને મોટી નુકસાની ગઈ છે. અમરેલી અને જુનાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢના આંબાજળ નદીમાં પૂર આવ્યું હતું. વિસાવદર પંથકમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મુંડીયારાવણી, વેકરીયા, રાજપરા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે. તો બીજી તરફ  અમરેલી જિલ્લામાં વરસાદ આવતા નદીમાં પુર આવ્યું હતું. ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીના બોરડી ગામે શેત્રુજી નદીમાં પૂર આવ્યું હતું. તો ધારીના મીઠાપુર નક્કી ગામે પણ નદીમાં પૂર આવ્યું હતું. ધારીના મીઠાપુર, દલખાણીયા, કુબડા, ચાચઇ પાણીયા,ગીગાસણ, ગોવિંદપુર, ફાચરિયા, સરસિયા, જીરા, ખિસરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget