Sonali Phogat Death: વધુ એક વીડિયો સામે આવ્યો, સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રિંક અપાયું
હરિયાણાના બીજેપી નેતા સોનાલી ફોગાટને મૃત્યુ પહેલા ગોવાના રેસ્ટોરન્ટમાં આરોપીઓએ મેથામફેટામાઈન (Methamphetamine) નામનું ડ્રગ્સ આપ્યું હતું.
Sonali Phogat Goa Club Video: હરિયાણાના બીજેપી નેતા સોનાલી ફોગાટને મૃત્યુ પહેલા ગોવાના રેસ્ટોરન્ટમાં આરોપીઓએ મેથામફેટામાઈન (Methamphetamine) નામનું ડ્રગ્સ આપ્યું હતું. ગોવા પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આરોપી સોનાલી ફોગાટ(Sonali Phogat)ને બળજબરીથી બોટલમાંથી કંઈક પીવડાવતો જોવા મળી રહ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક જીવબા દલવીએ જણાવ્યું હતું કે અંજુનાના કર્લીઝ રેસ્ટોરન્ટમાં ફોગાટને આપવામાં આવેલ નશીલા પદાર્થનો બાકીનો જથ્થો રેસ્ટોરન્ટના વોશરૂમમાંથી જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં સોનાલી ફોગાટના અંગત સહાયક સુધીર સાંગવાન, અન્ય સહયોગી સુખવિંદર સિંહ, રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સ, કથિત ડ્રગ્સ સ્મગલર દત્તા પ્રસાદ ગાંવકરની ધરપકડ કરી છે. અન્ય ડ્રગ પેડલર રામાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાન સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે જ્યારે ગાંવકર અને નુનેસ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પીણાંમાં ભેળવીને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું
નાયબ પોલીસ અધિક્ષક જીવબા દલવીએ જણાવ્યું હતું કે સોનાલી ફોગાટને આપવામાં આવેલ માદક પદાર્થની ઓળખ મેથામ્ફેટામાઈન તરીકે થઈ છે. ગાંવકરે કથિત રીતે સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. ગાંવકર અંજુના હોટેલનો કર્મચારી છે જ્યાં સોનાલી ફોગાટ રોકાઈ હતી. સુધીર સાંગવાને કબૂલાત કરી છે કે તેણે સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રિંક્સમાં ભેળવીને ડ્રગ્સ આપ્યું હતું. બંને મુખ્ય આરોપીઓ સોનાલી ફોગટને પણ વોશરૂમમાં લઈ ગયા જ્યાં તેઓ લગભગ 2 કલાક રોકાયા.
રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લીધો હતો
સોનાલી ફોગાટ, ભૂતપૂર્વ ટિકટોક કલાકાર અને રિયાલિટી શો બિગ બોસની 14મી સીઝનની સ્પર્ધક હતી. ગોવા આવ્યાના એક દિવસ પછી 23 ઓગસ્ટના રોજ મૃત્યુ પામી હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :
Raid: ભ્રષ્ટ એન્જિનિયરના ઘરેથી મળી રૂપિયાની ખાણ, દરોડામાં મળી એટલી કેશ કે જોઈને અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ
Ambaji Temple : અમદાવાદના જય ભોલે ગ્રુપે સોનાની પાદુકા આપી ભેટ, કેટલી છે કિંમત?
CRIME NEWS: વડોદરામાં 62 વર્ષના આધેડે મંદબુદ્ધીની મહિલાને ઢોર માર મારી આચર્યું દુષ્કર્મ
Sonali Phogat Death Case: સોનાલી ફોગાટ કેસમાં પોલીસે ડ્રગ પેડલરની કરી અટકાયત, જાણો શું કર્યો ખુલાસો