Sonia Gandhi Hospitalised: સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હૉસ્પીટલમાં ભરતી, જાણો વિગતે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને બુધવારે (4 જાન્યુઆરી) ગંગારામ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે
Sonia Gandhi News: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને બુધવારે (4 જાન્યુઆરી) ગંગારામ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. પીટીઆઇના સુત્રોએ બતાવ્યુ કે, સોનિયા ગાંધી (Sonia Gandhi)ને રેગ્યૂલર ચેકઅપ માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તેમને કહ્યું કે તેમની દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રા તેની સાથે હૉસ્પીટલ ગઇ છે. તેમના અનુસાર, સોનિયા ગાંધી શ્વાસ સંબંધિત સંક્રમણ સામે ઝઝૂમી રહી છે.
સુત્રોએ કહ્યું કે, સોનિયા ગાંધી મંગળવારથી અસ્વસ્થ છે, આ જ કારણ છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વાડ્રા મંગળવારે સાંજે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરનારી ભારત જોડો યાત્રામાં સાત કિલોમીટર પગપાળા ચાલીને દિલ્હી પરત આવી હતી.
ભારત જોડો યાત્રા પરથી પાછી ફરી પ્રિયંકા ગાંધી -
ઉત્તર પ્રદેશના બાગપતના મવીકલાંમાં રાત્રે રોકાયા બાદ કોંગ્રેસની ભારત જોડો યાત્રા બુધવારે સવારે છ વાગે ફરીથી શરૂ થઇ. જોકે, પ્રિયંકા ગાંધી સવારે યાત્રામાં રાહુલ ગાંધીની સાથે સામેલ ન હતી થઇ. પાર્ટી સુત્રોએ કહ્યું કે, બપોર બાદ તેના સામેલ થવાની સંભાવના છે.
સોનિયા ગાંધીએ એવું તે શું કહ્યું કે રાહુલે નાના બાળકની માફક ખેંચ્યા તેમના ગાલ? જુઓ Video
Sonia and Rahul Video: છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચારોકોર ભારે ચર્ચા થઈ રહી છે. પહેલા ભારત જોડો યાત્રા, ત્યારબાદ દિલ્હીની ગાત્રો થીજાવી નાખે તેવી કડકડતી ઠંડીમાં ટી-શર્ટ પહેરીને ફરવું અને હવે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો એક વીડિયો. આ વીડિયોને લઈને રાહુલ ગાંધી ફરી એકવાર ચર્ચામાં છવાયા છે. આ વીડિયો કોંગ્રેસના 138માં સ્થાપના દિવસની ઉજવણીનો છે. જ્યાં ભારત જોડો યાત્રામાંથી બ્રેક લેતા રાહુલ હળવા મૂડમાં જોવા મળ્યા હતા .
રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી સાથો સાથ કોંગ્રેસના નેતા અંબિકા સોની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ અચાનક જ તેમની માતા સોનિયાના નાના બાળકની માફક ગાલ ખેંચ્યા હતાં.
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ખૂબ જ ક્યૂટ કહી શકાય તેવી પળ જોવા મળી છે. દિગ્ગજ રાજનેતા હોવા છતાંયે બંને વચ્ચે મા-દિકરાનો પ્રેમ છલકી આવ્યો હતો. અગાઉ પણ એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે રાહુલ તેની માતા સોનિયા ગાંધીને મળે છે અને નાના બાળકની જેમ વર્તન કરવા લાગે છે. આવા જ દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યાં હતાં અને આ આખી ઘટના મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Congress MP Rahul Gandhi had a joyful moment with his mother Sonia Gandhi during the party's 138th Foundation Day celebration event in Delhi pic.twitter.com/tgqBAxY2co
— ANI (@ANI) December 28, 2022