શોધખોળ કરો
Advertisement
NEET-JEE Exams: સોનિયા ગાંધીએ VIDEO શેર કરી મોદી સરકાર પાસે કરી આ અપીલ
સોનિયા ગાંધીએ કહ્યું, આશા કરુ છું કે સરકાર તમારો અવાજ સાંભળશે અને તમારી ઈચ્છા અનુસાર પગલા ભરશે.
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ NEET અને JEE ની પરીક્ષાઓ કોરોના વાયરસની મહામારી વચ્ચે કરવાના નિર્ણયને લઈને કહ્યું કે સરકારે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવો જોઈએ અને તેમની ઈચ્છા અનુસાર પગલા ભરવા જોઈએ.
સોનિયા ગાંધીએ કૉંગ્રેસના 'સ્પીક અપ ફૉર સ્ટૂડન્ટ સેફ્ટી' અભિયાન અંતર્ગત વીડિયો જાહેર કરી કહ્યું, 'મને તેનો અહેસાસ છે કે તમે (વિદ્યાર્થી) મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છો. તમારી પરીક્ષાના મુદ્દાને સૌથી વધારે મહત્વ મળવું જોઈએ.'
તેમણે કહ્યું, આ માત્ર તમારા માટે નહી પરંતુ તમારે પરિવાર માટે પણ મહત્વપૂર્ણ છે. તમે અમારુ ભવિષ્ય છો. અમે વધુ સારા ભારતના નિર્માણ માટે તમારા પર નિર્ભર છીએ. કૉંગ્રેસ અધ્યક્ષે એ વાત પર ભાર મુક્યો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો નિર્ણય તેમની સહમતિના આધાર પર થવો જોઈએ.
સોનિયા ગાંધીએ કહ્યું, આશા કરુ છું કે સરકાર તમારો અવાજ સાંભળશે અને તમારી ઈચ્છા અનુસાર પગલા ભરશે. સરકારને મારી આજ સલાહ છે. ઉલ્લેખનીય છે કે જેઈઈ પરીક્ષા એકથી છ સપ્ટેમ્બરની વચ્ચે થશે, જ્યારે નીટ પરીક્ષા 13 સપ્ટેમ્બરથી આયોજિત કરવાનો કાર્યક્રમ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion