શોધખોળ કરો

રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ બનશે સોનિયા ગાંધી, રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધી લડી શકે છે લોકસભા ચૂંટણી 

કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનો નિર્ણય કર્યો છે.  તેઓ બુધવારે જયપુરમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે.

કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનો નિર્ણય કર્યો છે.  તેઓ બુધવારે જયપુરમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. સોનિયા ગાંધી પરિવારના બીજા સભ્ય છે જે રાજ્યસભાનો ભાગ બનવા જઈ રહ્યા છે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ઈન્દિરા 1964 થી 1967 વચ્ચે રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. સોનિયા ગાંધીએ કૉંગ્રેસ પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાના બદલે રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું છે. તેઓ 2004થી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં સોનિયા ગાંધીનો રાજ્યસભામાં જવાનો નિર્ણય ચોંકાવનારો છે. જોકે, હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમના પુત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. પ્રિયંકાએ હજુ સુધી કોઈ ચૂંટણી લડી નથી.

રાજસ્થાનમાં કૉંગ્રેસ પાસે રાજ્યસભાના એક સાંસદને ચૂંટવાની સત્તા છે અને સોનિયા આ એક બેઠક માટે ઉમેદવારી નોંધાવશે. 27મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાંથી ત્રણ સાંસદો ચૂંટાવાના છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભૂપેન્દ્ર યાદવ અને કિરોડી લાલ મીણાના સ્થાને આ બેઠકો ખાલી પડી છે. 

રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જવાનો સોનિયાનો નિર્ણય દર્શાવે છે કે ગાંધી પરિવાર કે કોંગ્રેસ પાર્ટી હિન્દીભાષી રાજ્યોમાં ફરી પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ સત્તામાં છે, પરંતુ સોનિયાએ રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું છે. કારણ કે, 2019માં રાહુલ ગાંધીએ અમેઠીની સાથે વાયનાડથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો અને તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેઓ અમેઠીથી ચૂંટણી પણ હારી ગયા હતા.

2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હિન્દીભાષી રાજ્યોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટી રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં એકપણ સીટ જીતી શકી નથી. કોંગ્રેસને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં માત્ર એક જ બેઠક મળી હતી, જ્યારે છત્તીસગઢમાં તેને માત્ર બે બેઠકો મળી હતી. સોનિયાનો આ નિર્ણય દર્શાવે છે કે પાર્ટી હિન્દી બેલ્ટમાં પોતાનું ગુમાવેલું મેદાન પાછું મેળવવા માંગે છે.

સોનિયા ગાંધી 1999માં પહેલીવાર અમેઠીથી લોકસભા સાંસદ બન્યા હતા. અગાઉ રાજીવ ગાંધી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જોકે, 2004માં રાહુલ ગાંધી આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. સોનિયા ગાંધી અગાઉ દક્ષિણ ભારતમાંથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. ગાંધી પરિવારમાંથી રાહુલ અને સોનિયા પહેલા ઈન્દિરાએ દક્ષિણ ભારતમાં ચૂંટણી લડી હતી. જો કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય દક્ષિણ ભારતના કોઈપણ રાજ્યમાંથી રાજ્યસભામાં ગયા નથી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
ટ્રમ્પે પાકિસ્તાનની 'ઈચ્છા' કરી પુરી, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને જાહેર કર્યા આતંકી સંગઠન
ટ્રમ્પે પાકિસ્તાનની 'ઈચ્છા' કરી પુરી, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને જાહેર કર્યા આતંકી સંગઠન
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પના તિકડ્મ સામે તણખા શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : હવે બે બસ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : રેસના રાક્ષસ પર બ્રેક ક્યારે?
BIG NEWS: ગરીબોને અપાતા અનાજને લઈ સૌથી મોટા સમાચાર, 55 લાખને  કાર્ડધારકોને સરકારે ફટકારી નોટીસ
Bachu Khabad News: મંત્રી બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાં બાદબાકી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
ટ્રમ્પે પાકિસ્તાનની 'ઈચ્છા' કરી પુરી, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને જાહેર કર્યા આતંકી સંગઠન
ટ્રમ્પે પાકિસ્તાનની 'ઈચ્છા' કરી પુરી, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને જાહેર કર્યા આતંકી સંગઠન
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
‘SIR  અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
Embed widget