Corona Vaccine: આ વિદેશી રસીના સિંગલ ડોઝના ભારતમાં ટેસ્ટિંગ માટે DGCI એ આપી મંજૂરી, જાણો વિગત
Sputnik Light Sigle Dose: સ્પુતનિક લાઇટ વેક્સિનનો એક જ ડોઝ દર્દીને આપવામાં આવશે. ડ્રગ્સ કંટ્રોલર ઓપ ઈન્ડિયાએ સ્પુતનિક લાઇટનના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી છે.

નવી દિલ્હીઃ કોરોના સામે લડવા રસીકરણ સૌથી કારગર હથિયાર છે. દેશમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વેક્સિન લઈ રહ્યા છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાની સ્પુતનિક વેક્સિનના સિંગલ ડોઝના ટ્રાયલને ડીજીસીઆઈએ મંજૂરી આપી છે. સ્પુતનિક લાઇટ વેક્સિનનો એક જ ડોઝ દર્દીને આપવામાં આવશે. ડ્રગ્સ કંટ્રોલર ઓપ ઈન્ડિયાએ સ્પુતનિક લાઇટનના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી છે. ડીજીસીઆઈની મંજૂરી બાદ ભારતમાં લોકો પર તેનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરાશે.
જુલાઈમાં નહોતી આપી મંજૂરી
આ પહેલા જુલાઈ મહિનામાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી ઓફ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને સ્પુતનિક લાઇટ વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપવાની ના પાડી હતી. કમિટીએ સ્પુતનિક લાઈટ સ્પુનતિક Vનું કમ્પોનેંટ હોવાનું કહ્યું હતું.
ડો. રેડ્ડી લેબે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેંટ ફંડ સાથે ભાગીદારી કરી છે અને બંને મળીને સ્પુતનિક Vનમા ત્રીજા તબક્કાનું ભારતમાં ટ્રાયલ કરી રહ્યા છે. તાજેતરમાં લેન્સેટના રિપોર્ટમાં એવી વાત સામે આવી હતી કે સ્પુતનિક લાઈટ કોરના સામે 78.6 થી 83.7 ટકા સક્ષમ છે, જ્યારે કોરોનાની બે વેક્સિનની તુલનામાં ઘણી સારી છે. આ સ્ટડી આર્જેન્ટીનાના 40 હજાર રહેવાસીઓ પર કરવામાં આવ્યો હતો. સ્પુતનિક લાઈટનો ઉપયોગ કોરોના દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 82.1-87.6 ટકા સુધી ઘટાડી દે છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27,176 નવા કેસ નોંધાયા છે અને 284 લોકોના મોત થયા છે. જ્યારે 38,012 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 75,89,12,277લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 61,15,690 લોકોને રસી અપાઈ હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
- કુલ કેસઃ 3 કરોડ 33 લાખ 16 હજાર 755
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 25 લાખ 22 હજાર 171
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 51 હજાર 087
- કુલ મોતઃ 4 લાખ 43 હજાર 497
આ પણ વાંચોઃ Afghanistan: કાબુલમાં બંદૂકની અણીએ ભારતીય કારોબારીનું અપહરણ, જાણો શું કરતા હતા
India Corona Cases: દેશનો રિકવરી રેટ વધીને 97.62 ટકા થયો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ?

