India Corona Cases: દેશનો રિકવરી રેટ વધીને 97.62 ટકા થયો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ?
India Covid-19 Update: બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27,176 નવા કેસ નોંધાયા છે અને 284 લોકોના મોત થયા છે. જ્યારે 38,012 લોકો કોરોના મુક્ત થયા છે.
India Coronavirus Update: દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27,176 નવા કેસ નોંધાયા છે અને 284 લોકોના મોત થયા છે. જ્યારે 38,012 લોકો કોરોના મુક્ત થયા છે. મંગળવારે 25,409 કેસ અને 339 લોકોના મોત થયા હતા. જ્યારે 37,127 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. સોમવારે 27,254 નવા કેસ નોંધાયા હતા અને 219 લોકોના મોત થયા હતા. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 15,876 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 129 લોકોના કોરોનાથી મોત થયા છે અને 25,654 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,98,865 છે. જ્યારે કુલ મૃત્યુ આંક 22,779 છે. જ્યારે ટેસ્ટ પોઝિટિવિટી રેટ 15.12 ટકા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 33 લાખ 16 હજાર 755
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 25 લાખ 22 હજાર 171
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 51 હજાર 087
- કુલ મોતઃ 4 લાખ 43 હજાર 497
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 75,89,12,277લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 61,15,690 લોકોને રસી અપાઈ હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
India reports 27,176 new #COVID19 cases, 38,012 recoveries, and 284 deaths in the last 24 hours, as per Health Ministry
— ANI (@ANI) September 15, 2021
Total cases: 3,33,16,755
Active cases: 3,51,087
Total recoveries: 3,25,22,171
Death toll: 4,43,497
Total Vaccination: 75,89,12,277 (61,15,690 in last 24 hrs) pic.twitter.com/6XmpGDSLYf
લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.
કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા
આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 54,60,55,796 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 16,10,829 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.