શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

ભારતમાં ક્યારથી મળશે રશિયાની વેક્સિન સ્પૂતનિક ? સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું ?  જાણો

રશિયાની વેક્સિન સ્પૂતનિકનો જથ્થો ભારતમાં આવી પહોંચ્યો છે. ભારત સરકાર આવતા સપ્તાહમાં માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવશે. 

નવી દિલ્હી:  રશિયાની વેક્સિન સ્પૂતનિકને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સિન આવી પહોંચી છે. ભારત સરકાર આવતા સપ્તાહથી વેચાણ માટે માર્કેટમાં ઉપલબ્ધ કરાવશે. જેની જાણકારી ડો. વીકે પૌલે આપી હતી. 

નિતિ આયોગના સભ્ય (આરોગ્ય)  વી.કે.પૌલે કહ્યું કે, સ્પુતનિક રસી ભારત પહોંચી ગઈ છે. મને કહેતા ખુશી થાય છે કે અમને આશા છે કે તે આવતા અઠવાડિયાથી બજારમાં ઉપલબ્ધ થશે. અમે એ પણ આશા રાખીએ છીએ કે રશિયા તરફથી મર્યાદિત માત્રાની રસી આવતા સપ્તાહથી વેચવાનું શરૂ કરશે.''

આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આવતા અઠવાડિયાથી ભારતમાં સ્પુતનિક-વી  (Sputnik V) ની રસીનું વેચાણ શરૂ થશે. આગામી પાંચ મહિનામાં ભારતમાં 2 અબજ ડોઝ મળશે. ઘરેલું અને વિદેશી બંને રસી ભારતમાં રજૂ કરવામાં આવશે. સ્પુતનિકનું ઉત્પાદન ભારતમાં ઓક્ટોબર સુધીમાં થવાનું શરૂ થઈ જશે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,62,727 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4120 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,52,181 લોકો ઠીક પણ થયા છે. 
કુલ કેસ-  બે કરોડ 37 લાખ 03 હજાર 665
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 97 લાખ 34 હજાર 823
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 10 હજાર 525
કુલ મોત - 2 લાખ 58 હજાર 317

17 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 72 લાખ 14 હજાર 256 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 30,94,48,585 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 12 મે ના રોજ 18,64,594 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જ્યારે 11 મેના રોજ 19,83,804 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.  આમ એક જ દિવસમાં 1,19,210 સેમ્પલ ઘટાડવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?

Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો

Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર

BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો

ABP Premium

વિડિઓઝ

Assembly Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, જુઓ 5 વાગ્યા સુધી ગ્યા ક્યા કેટલું મતદાન થયું?Ahmedabad News:  અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં  જથ્થો ઝડપાયોSurat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યુંBotad News: બોટાદમાં તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની પ્રક્રિયામાં લાઈનો લાગતાં હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી

Embed widget