Explained: અંતરિક્ષમાં ભારતની મોટી ઉડાન, દેશનું સૌથી નાનુ રૉકેટ SSLV-D1 થયુ લૉન્ચ, જાણો વિગતે
750 વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત 'આઝાદી સેટ'ને પણ લૉન્ચ કરવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે, SSLV ઉપગ્રહ છ મીટર રિઝૉલ્યૂશન વાળુ એક ઇન્ફ્રારેટ કેમેરામાં પણ લઇને જઇ રહ્યો છે.
ISRO SSLV-D1 EOS-02 Mission: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) આજે 9 વાગેને 18 મિનીટ પર પોતાનુ પહેલુ નાના રૉકેટ 'સ્માલ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ'ને લૉન્ચ કરી દીધુ છે. આ મિશનને SSLV-D1/EOS-02 કહેવામા આવી રહ્યું છે. ઇસરોના રૉકેટ એસએસએલવી-D1 (SSLV-D1) એ શ્રીહરિકોટા (Sriharikota)ના લૉન્ચ પેડ પરથી ઉડાન ભરી. 500 કિલોગ્રામ સુધી વધુમાં વધુ સામાન લઇ જવાની ક્ષમતા વાળુ આ રૉકેટ એક 'પૃથ્વી અવલોકન ઉપગ્રહ-02' (EOS-02) ને લઇને જઇ રહ્યું છે. જેમાં પેહલા 'માઇક્રૉસેટેલાઇટ-2 એ'('Microsatellite-2A') ના નામથી ઓળખાતુ હતુ, આનુ વજન લગભગ 142 કિલોગ્રામ છે.
750 વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત 'આઝાદી સેટ'ને પણ લૉન્ચ કરવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે, SSLV ઉપગ્રહ છ મીટર રિઝૉલ્યૂશન વાળુ એક ઇન્ફ્રારેટ કેમેરામાં પણ લઇને જઇ રહ્યો છે. તેના પર એક સ્પેસકિડ્ઝ ઇન્ડિયા દ્વારા સંચાલિત સરકારી સ્કૂલોના 750 વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત આઠ કિલોગ્રામનો આઝાદી સેટ સેટેલાઇટ પણ છે. સ્પેસકિડ્સ ઇન્ડિયા અનુસાર, આ પરિયોજનાનુ મહત્વ એ છે કે આના સ્વતંત્રતાની 75મી વર્ષગાંઢના પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ અંતરગ્ત બનાવામા આવ્યુ છે.
કેમ ખાસ છે મિશન ?
આ દેશનુ પહેલુ સ્મૉલ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ છે. આનાથી પહેલા નાના ઉપગ્રહ સુન સિન્ક્રૉનસ ઓર્બિટ સુધી પીએસએલવી પર નિર્ભર હતુ તો મોટા મિશન જિઓ સિન્ક્રૉનસ ઓર્બિટ માટે જીએસએલવી અને જીએસએલવી માર્ક 3નો ઉપયોગ થતો હતો. જ્યાં પીએસએલવીને લૉન્ચ પેડ સુધી લઇ જવા અને એસેમ્બલ કરવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી જાય છે. વળી, એસએસએલવી માત્ર 24 થી 72 કલાકની અંદર એસેમ્બલ કરી શકાય છે. સાથે જ એવી રીતે તૈયાર કરવામાં આવ્યુ છે કે આને ગમે ત્યારે ને ગમે ત્યાંથી પણ લૉન્ચ કરી શકાય છે, પછી તે ટ્રેકના પાછળ લૉડ કરી પ્રેક્ષેપણ કરવાનુ હોય કે પછી કોઇ મોબાઇલ લૉન્ચ વ્હીકલ પર કે પછી કોઇપણ તૈયાર કરેલા લૉન્ચ પેડ પરથી આને લૉન્ચ કરવાનુ હોય.
SSLVના આવતાની સાથે જ લૉન્ચના નંબર વધશે, આપણે પહેલાથી વધુ ઉપગ્રહ પ્રક્ષેપિત કરી શકીશુ, જેનાથી કૉમર્શિયલ માર્કેટમાં પણ ભારત પોતાની નવી ઓળખ બનાવશે. સાથે રેવન્યૂની રીતે પણ ખુબ ફાયદો થશે. આમાં માઇક્રો, નૈનો કે પછી કોઇપણ 500 કિલોથી ઓછી વજનવાળો સેટેલાઇટ મોકલી શકીશુ. પહેલા આ માટે પીએસએલવીનો પ્રયોગ થતો હતો, હવે SSLV, PSLV ની તુલનામાં સસ્તુ પણ હશે અને PSLV પર રહેલા લૉડને ઓછો કરશે.
આ પણ વાંચો.......
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ
રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
PSI transfer: રાજ્યમાં 192 PSIની બઢતી સાથે કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા
કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી દીકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ