Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ સામે ગુન્હો નોંધાયો છે. નોંધનિય છે કે, ગત રોજ મુખ્યમંત્રીની બેઠક બહાર કલેકટર કચેરી ખાતે દીગુભા જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો
Police Complaint Against Congress Leaders: જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ સામે ગુન્હો નોંધાયો છે. નોંધનિય છે કે, ગત રોજ મુખ્યમંત્રીની બેઠક બહાર કલેકટર કચેરી ખાતે દીગુભા જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મચારીને કચડી નાખવાંનો પ્રયાસ અને આત્મવિલોપનને કારણે ફરજ પરના પોલીસ કર્મચારી સળગી જાય તેવી સ્થિતિ પેદા કરવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી તેમની સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમા લમ્પી વાયરસના કારણે હજારો ગાયોના મોત થયા છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે યોગ્ય પગલા લેવામાં નથી આવ્યા.
કોંગ્રેસ નેતા દિગુભા જાડેજાએ કર્યો હતો આત્મવિલોપનનો પ્રયાસ
ગુજરાતમાં એક રાજકીય ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. જામનગરમાં કોંગ્રેસ નેતાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો છે. રાજ્યભરમાં જ્યારે એકબાજુ લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઇ હતી. આ દરમિયાન બનેલી આ ઘટનાએ બધાને દોડતા કરી દીધા હતા.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાની ઘટના હાલમાં ટૉક ઓફ ધ ટાઉન બની છે. દિગુભા જાડેજા આત્મવિલોપન કરવા માટે પોતાના શરીર કેરોસિન પણ છાંટી દીધુ હતું. જોકે, આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે હોબાળો મચતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં.
ખાસ વાત છે કે, શહેરમાં કલેક્ટર કચેરીના બીજા માળે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી, ત્યારે જ આ ઘટના ઘટી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પોતાની કાર લઇને કચેરીએ આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા. ત્યારે દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલુ પોતાના શરીરે છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઇને ભારે હોબાળો થયો હતો.
આ પણ વાંચો......
રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા
Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત