શોધખોળ કરો
Advertisement
સૈફઈમાં યાદવ પરિવાર એકજૂટ થાય તે પહેલા ભાગદોડ, 5 ઘાયલ
નવી દિલ્લી: છેલ્લા ધણા સમયથી પરિવારમાં ચાલતા ઝઘડાની વચ્ચે સમાજવાદી પરિવાર મુલાયમ સિંહ સૈફઈ આવવાના સમાચાર છે, અખિલેશનો પરિવાર પહોંચી ચૂક્યો છે, જેમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કાકા રામગોપાલ યાદવ સૈફઈમાં છે. જ્યારે મુલાયમ સિંહ યાદવ અને શિવપાલ યાદવના સાંજ સુધીમાં સૈફઈ પહોંચવાની આશા છે. દિવાળીના તહેવાર પર પરિવાર અલગ-અલગ જોવા મળી રહ્યો છે.
એવામાં સૈફઈમાં પીડબલ્યૂ ગેસ્ટ હાઉસની બહાર ભાગદોડ મચી હોવાની ખબર સામે આવી છે. અહિંયા અખિલેશ યાદવ મીટિંગમાં હતા, આ ભાગદોડમાં પાંચ લોકોના ધાયલ થવાની ખબર મળી છે. જેમાં બે મીડિયા કર્મી પણ ધાયલ થવાની ખબર સામે આવી છે.
મુખ્યમંત્રી અખિલેશ યાદવ શનિવારે પરિવાર સાથે સૈફઈ આવ્યા છે. આ દરમિયાન તેમણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ લખનઉ-આગ્રા એક્સપ્રેસ-વે નો ટ્રાયલ રન પણ કર્યો હતો. મુખ્યમંત્રી પોતાની ગાડીમાં બાળકો અને બે મંત્રીઓ રાજેંદ્ર ચોધરી અને અભિષેક મિશ્રા સાથે સૈફઈ આવી પહોંચ્યા હતા. રસ્તામાં અખિલેશે ધણી જગ્યોઓ પર મજૂરો સાથે મુલાકાત કરી અને દિવાળીની શુભકામનોઓ પાઠવી અને કામનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવ લખનઉમાં છે, ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અખિલેશ સાંજ સુધીમાં લખનઉ પાછા ફરશે. એક અંદાજ મુજબ મુખ્યમંત્રી અખિલેશ યાદવના લખનઉ પાછા આવ્યા બાદ શિવપાલ યાદવ સૈફઈ પહોંચશે, જેથી એકબીજા સામે-સામે આવવાથી બચી શકે. હાલ મુલાયમ સિંહના સૈફઈ જવા પર સસ્પેંસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion