આ રાજ્યમાં આજથી 24 મે સુધી કડક લોકડાઉન, લગ્નમાં 11થી વધારે મહેમાનો ભેગા થવા પર પ્રતિબંધ
મેડિકલ સેવાઓ સિવાયના તમામ પ્રકારના ખાનગી અને સરકારી ટ્રાન્સપોર્ટના સાધન જેમ કે બસ, જીપ વગેરે પૂરી રીતે બંધ રહેશે.
કોરોના (coronavirus) સંક્રમણની ચેઈન તોડવા માટે રાજસ્થાન સરકારે આજથી 24 મે સુધી કડક લોકડાઉન (Lockdown)નો જાહેરાત કરી છે. આજે પાંચ વાગ્યાથી સખ્ત લોકડાઉનો રાજસ્થાનમાં અમલ શરૂ થયો છે અને લગ્ન સમારોહ, ડીજે સહિતની મંજૂરી 31 મે સુધી નહીં મળે. લગ્ન ઘર પર અથવા કોર્ટ મેરેજના રૂપી જ કરવાની છૂટ છે. જેમાં પણ માત્ર 11 વ્યક્તિથી વધુ મેહમાનો એકત્રિત કરી શકાશે નહીં. જેની સૂચના વેબ પોર્ટલ પર આપવી પડશે.
મેરેજ ગાર્ડન, મેરેજ હોલ અને હોટલ લગ્ન સમારંભ માટે બંધ રહેશે. સાથે જ તમામ ધાર્મિક સ્થળો પર બંધ રહેશે. ઈમરજન્સીને બાદ કરતા બસો સહિત પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્પપોર્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાન માટે બસ, ઓટો, ટેમ્પો, ટ્રેક્ટર, જીપ વગેરેની મંજૂરી નથી. 24 મે સુધી આવશ્યક સેવાઓને બાદ કરતા તમામ સરકારી ઓફિસ, બજાર અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાન બંધ રહેશે. રાજસ્થાન બહારથી આવનારે 72 કલાક પહેલા કરાવવામાં આવેલો RT-PCR રિપોર્ટ નેગેટિવ બતાવવો પડશે.
મેડિકલ સેવાઓ સિવાયના તમામ પ્રકારના ખાનગી અને સરકારી ટ્રાન્સપોર્ટના સાધન જેમ કે બસ, જીપ વગેરે પૂરી રીતે બંધ રહેશે. આંતરરાજ્ય અને રાજ્યની અંદર માલસામાનનું પરિવહન કરનારા ભારે વાહનોની અવર જવર, માલના લોડિંગ અન અનલોડિંગની મંજૂરી હશે. તો ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા મનરેગાના કામો પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં, એક શહેરમાંથી બીજા શહેરમાં અને શહેરમાંથી ગામડામાં કે ગામડામાંથી શહેરમાં જવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
શ્રમિકોના પલાયનને રોકવા માટે ઉદ્યોગો અને બાંધકામ સંબંધિત તમામ એકમો કાર્યરત રહેશે. શ્રમીકોને અવર જવરમાં અસુવિધા ન થાય તે માટે ઓળખ પત્ર જે તે એકમો દ્વારા આપવાના રહેશે.
નોંધનીય છે કે, રાજસ્થાન સિવાય અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન જેવા નિયંત્રમઓ લગાવવામાં આવ્યા છે. દિલ્હીમાં સૌથી પહેલા 19 એપ્રિલે રાત્રે 10 વાગ્યાથી 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. બાદમાં 25 એપ્રિલે તેને એક સપ્તાહ માટે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો જે 3 મે સવારે 5 વાગ્યે સમાપ્ત થવાનું હતું. બાદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને વધુ એક સપ્તાહ માટે વધારવાની જાહેરાત કરી હતી.
મધ્યપ્રદેશમાં 15 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે.
કર્ણાટકમાં 27 એપ્રિલની રાતથી 12 મે સુધી લોકડાઉન છે.
ઝારખંડ 22 એપ્રિલથી 6 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધ હેઠળ છે.
મહારાષ્ટ્રમાં 5 એપ્રિલના રોજ લોકહિતમાં લોકડાઉન જેવા હુકમો અને લોકોની અવરજવર પર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. બાદમાં મહામારીને રોકવા 15 મે સુધી પ્રતિબંધો લંબાવી દેવામાં આવ્યા હતા.