શોધખોળ કરો
Advertisement
સુભાષ ચોપડાને સોંપાઈ દિલ્હી કૉંગ્રેસની કમાન, કિર્તી આઝાદ બન્યા કેમ્પેઈન કમેટીના અધ્યક્ષ
દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે સુભાષ ચોપડાની નિમણૂંક કરવામાં આવી છે. તેની સાથે કિર્તી આઝાદને ડીપીસીસીના કેમ્પેઈન કમેટીના અધ્યક્ષ બનાવાયા છે.
નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને નવા અધ્યક્ષ મળી ગયા છે. દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે સુભાષ ચોપડાની નિમણૂંક કરવામાં આવી છે. તેની સાથે કિર્તી આઝાદને ડીપીસીસીના કેમ્પેઈન કમેટીના અધ્યક્ષ બનાવાયા છે. દિલ્હીમાં હાલમાં ત્રણ કાર્યકારી અધ્યક્ષ છે જેમાં હારુન યુસુફ, દેવેન્દ્ર યાદવ અને રાજેજ લિલોઠિયા સામેલ છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન બાદ દિલ્હીના કૉંગ્રેસ અધ્યક્ષ પદ ખાલી હતું. અધ્યક્ષ પદ માટે કિર્તી આઝાદનું નામ ખૂબ ચર્ચામાં હતું પરંતુ દિલ્હી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સુભાષ ચોપડાના નામ પર મહોર લગાવી હતી.Subhash Chopra appointed as the new Chief of Delhi Congress. Kirti Azad will be the Campaign Committee Chairman of the unit. pic.twitter.com/zHVllsfLSJ PMOIndia #xenoh
— Aditya Lok Pathak (@Xenohadi) October 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement