શોધખોળ કરો
Advertisement
આખા દેશમાં મોહરમના તાજીયા કાઢવાની પરમીશન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું કહ્યું કોર્ટે
આખા દેશમાં મોહરમના તાજીયાનુ જુલૂસ કાઢી શકાશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે મોટુ ડિસીઝન આપ્યુ છે, સુપ્રીમ કોર્ટે આ માટે પરવાનગી આપવાના ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે મોહરમના તાજીયા કાઢવાની અનુમતીની એક માંગ અરજી પર સુનાવણી કરતા આ ફેંસલો આપ્યો છે.
નવી દિલ્હીઃ આખા દેશમાં મોહરમના તાજીયાનુ જુલૂસ કાઢી શકાશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે મોટુ ડિસીઝન આપ્યુ છે, સુપ્રીમ કોર્ટે આ માટે પરવાનગી આપવાના ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે મોહરમના તાજીયા કાઢવાની અનુમતીની એક માંગ અરજી પર સુનાવણી કરતા આ ફેંસલો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક જગ્યાએ લૉકલ-સ્થાનિક તંત્ર સ્થિતિ પ્રમાણે નિર્ણય લે છે. આખા દેશમાં લાગુ થનારો કોઇ આદેશ નથી આપી શકાતો.
શિયા ધર્મ ગુરુ કલ્બે જવ્વાદે આ મામલે અરજી દાખલ કરી હતી, મામલાની સુનાવણી માટે ચીફ જસ્ટીસ એસ એ બોબડેની અધ્યક્ષતા વાળી બેન્ચમાં આવ્યો હતો. ધર્મગુરુ તરફથી હાજર થયેલા વકીલે કહ્યું કે, પુરેપુરી સાવધાની રાખવાની સાથે મોહરમના તાજીયાની અનુમતી આપવી જોઇએ. જે રીતે રથયાત્રાની અનુમતી આપવામાં આવી હતી. પર્યુષણ પર્વમાં જૈન સમુદાયને મંદિરમાં જવાની અનુમતિ આપવામાં આવી છે, તેવી જ રીતે આ મામલે પણ કરવુ જોઇએ.
આના પર ચીફ જસ્ટીસએ કહ્યું કે, રથયાત્રા ફક્ત એક શહેરમાં થવાની હતી, જ્યારે મોહરમનુ જુલૂસ આખા દેશમાં નીકળશે. આ માટે કોઇ સ્પષ્ટ નથી કે કયા શહેરમાં નીકળશે. આ મામલે કોર્ટે કહ્યું કે, અમે રાજ્ય સરકારોને સાંભળ્યા વિના આખા દેશમાં આદેશ કેવી રીતે આપી શકીએ છીએ. સારુ છે કે દરેક જગ્યાનો નિર્ણય ત્યાંના લૉકલ તંત્ર લે. કોર્ટે કહ્યું કે દરેક જગ્યાએ મોહરમના જુલૂસનો આદેશ આપવામાં આવશે તો સ્થિતિ એકદમ ખરાબ થઇ જશે. લોકોના સ્વાસ્થ્યને ગંભીર ખતરો થઇ શકે છે. કાલે વળી કોઇ સમુદાય વિશેષ પર લોકો કોરોના ફેલાવવાનો આરોપ લગાવશે. આવી સ્થિતિમાં મોહરમ તાજીયા કાઢવાની અનુમતી નથી આપી શકાતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement