શોધખોળ કરો
Advertisement
અયોધ્યા કેસઃ રિવ્યૂ પિટિશન ફગાવાઇ, મુસ્લિમ પક્ષકારો પાસે હવે આ છે અંતિમ વિકલ્પ
આ મામલામાં 9 અરજીઓ પક્ષકાર તરફથી જ્યારે 9અન્ય અરજીકર્તા તરફથી કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારતી કુલ 18 રિવ્યૂ પિટિશન કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓ ફગાવી દીધી હતી. નોંધનીય છે કે આ મામલામાં 9 અરજીઓ પક્ષકાર તરફથી જ્યારે 9અન્ય અરજીકર્તા તરફથી કરવામાં આવી હતી.
રિવ્યૂ પિટિશનને ફગાવ્યા બાદ એવી ચર્ચા થઇ રહી છે કે આ મામલામાં હવે આગળ શું સંભાવનાઓ છે. આ મામલામાં હવે એક અંતિમ કાયદાકીય વિકલ્પ ખુલ્લો છે. નિર્ણયથી નાખુશ પક્ષ હજુ પણ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ તરફથી રિવ્યૂ પિટિશન ફગાવ્યા બાદ પણ પક્ષકારો પાસે એક વિકલ્પ છે. તેમની પાસે જે અંતિમ વિકલ્પ છે તેને ક્યૂરેટિવ પિટિશન કહેવામાં આવે છે. જોકે ક્યૂરેટિવ પિટીશન રિવ્યૂ પિટિશનથી અલગ છે. જેમાં ચુકાદાના એ મુદ્દાઓ અને વિષયોને ચિહ્નિત કરવાના હોય છે જેમાં તેમને લાગે છે કે આ બાબત પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ ક્યૂરેટિવ પિટિશન પર બેન્ચ સુનાવણી કરી શકે છે અથવા ફગાવી શકે છે. આ સ્તર પર ચુકાદા બાદ કેસ ખત્મ થઇ જાય છે અને જે પણ નિર્ણય આવે છે તે સર્વમાન્ય થઇ જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement