શોધખોળ કરો
Advertisement
તાજમહેલની સુરક્ષાને લઈને SCની સરકારને ફટકાર, કહ્યું- સાચવી નથી શકતા તો નષ્ટ કરો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તાજમહેલને સંરક્ષિત કરવા મામલે કેન્દ્ર સરકાર, યૂપી સરકાર અને ભારતીય પુરાત્વ સર્વેક્ષણને આકરી ફટકાર લગાવી છે. તાજમહેલની યોગ્ય સારસંભાળ નહીં લેવાને લઈને બુધવારે સુપ્રીમ કોર્ટે કડક વલણમાં કહ્યું કે “તંત્ર તાજમહેલની યોગ્ય રીતે સંરક્ષિત કરો કાં તો તેને નષ્ટ કરી દો, નહીં તો કોર્ટે તેને બંધ કરી દેશે.
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશન સરકાર સામે તાજમહેલના સંરક્ષિત કરવા માટે વિઝન ડોક્યૂમેન્ટ રજૂ કરવામાં નિષ્ફળ રહેવાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. જજ મદન બી. લોકૂર તથા ચીફ જસ્ટીસ દીપક મિશ્રા પ્રશાસન દ્વારા તાજમહેલના સંરક્ષણ માટે કોઈજ તકેદારી નહીં રાખતા નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, સરકારની આ મોટી બેદરકારી છે.
ખંડપીઠે કહ્યું, “તંત્રને તાજમહેલને સંરક્ષિત કરવામાં કોઈ જ રસ નથી. તેને સંરક્ષિત કરવું જોઈએ, તાજમહેલને સારસંભાળ કરે નહીં તો તેને ધ્વસ્ત કરી દે કાં તો અમે બંધ કરી દઈશું.” ખંડપીઠે કહ્યું, “શું તમને આ વાતનો અહેસાસ છે કે તમારી આ બેદરકારીના કારણે દેશને કેટલું નુકસાન થયું છે?”
કોર્ટે કહ્યું, તાજમહેલ એફિલ ટાવર કરતા પણ વધારે સુંદર છે અને આ દેશની વિદેશી મુદ્રાની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. એફિલ ટાવરને આઠ કરોડ લોકો જોવા જાય છે, જે એક ટીવીના ટાવર જેવો દેખાય છે. આપણો તાજમહેલ તેનાથી વધારે ખૂબસૂરત છે. યૂપી સરકારે આ અગાઉ ખંડપીઠને કહ્યું હતું કે તે કોર્ટમાં તાજમહેલની સુરક્ષા અને સંરક્ષા માટે એક વિઝિન દસ્તાવેજ રજૂ કરશે. પરંતુ તે રજૂ કર્યા ન હતા. આ મામલે આગમી સુનાવણી 31 જુલાઈએ દૈનિક આધાર પર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion