શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં આવતીકાલે નક્કી થશે કોની સરકાર બનશે, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ, જાણો વિગતે
મહારાષ્ટ્રમાં ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે વિપક્ષ (શિવસેના, કોંગ્રેસ-એનસીપી)ની અરજી પર આજે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ ચાલી રહેલા સંકટ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે ચુકાદો સંભળાવ્યો છે કે, 27 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ કરવો પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, ફ્લોર ટેસ્ટમાં કોઈ સિક્રેટ બેલેટ નહીં રાખી શકાય અને સમગ્ર પ્રક્રિયાનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનો પણ આદેશ આપ્યો છે. આવતીકાલે નક્કી થઈ જશે કે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે.
સુપ્રીમ કોર્ટે દેવેન્દ્ર ફડણવીસ સરકારને 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, ફડણવીસ સરકારને 27 નવેમ્બરે ઓપન બેલેટથી ફ્લોર ટેસ્ટ કરવો પડશે. તેનું લાઈવ ટેલિકાસ્ટ પણ થશે. ફ્લોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકરની દેખરેખમાં જ થશે.
જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ સામે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર તરફથી, કપિલ સિબ્બલે શિવસેના તરફથી, અભિષેક મનુ સિંઘવીએ એનસીપી-કોંગ્રેસ તરફથી, મનિંદર સિંહે અજીત પવાર તરફથી અને મુકુલ રોહતગીએ દેવેન્દ્ર ફડણવીસ તરફથી દલીલો રજૂ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion